સમાચાર

મોઢા પર મોબાઈલ ની બેટરી ફાટવાથી બાળક નું મોત: ફરી એક વાર સામે આવ્યો બેટરી બ્લાસ્ટ નો કેસ

ચાર્જિંગ માં રાખેલ મોબાઈલ ફાટવાના બનાવ અવાર નવાર બનતા હોય છે અને અને લીધે ઘણી વાર માણસ જીવ પણ ગુમાવી દે છે. ખાસ કરી ને નાના બાળકો ને મોબાઈલ ચાર્જિંગ માં રાખી ને ગેમ રમવાની ટેવ હોય છે. ઘણી વાર ટેકનિકલ ખામી સર્જવા ને કારણે ભયજનક સ્થિતિ પેદા થાય છે અને જીવ ગુમાવા નું જોખમ રહે છે.

આવો જ એક કિસ્સો મીરજાપૂર માં હળિયા પોલીસ સ્ટેશન હદ માં આવતા મટરગાવ માં બન્યો છે. જ્યાં 12 વર્ષ ના એક બાળક નું મોત થયું છે. ધોરણ 6 માં અભ્યાસ કરતાં આ બાળક નું નામ મોનું છે. મોઢા પર મોબાઈલ ની બેટરી ફાટવા ને લીધે આ 12 વર્ષ ના બાળક નું મોત થયું છે.

વિગતવાર જોઈએ તો આ બાળક મોબાઈલ ની બેટરી બહાર કાઢી ને તેને એ બેટરી ચાર્જર માં ચાર્જ કરવા માટે મૂકી. લગભગ એક કલાક પછી એ ચાર્જ માં મૂકેલી બેટરી ની નજીક મોઢું લઈ ને જોવા ગયો કે બેટરી માં કેટલો પાવર આવ્યો છે. બરાબર એ જ સમયે બેટરી ફાટી અને ધાડાકા નો અવાજ આવ્યો. આવો અવાજ સાંભળતા પરિવાર જનો ફટાફટ દોડી ને રૂમ માં ગયા તો મોનું લોહી થી લાથબથ હાલત માં પડેલો હતો.

મોનું ને ફટાફટ નજીક ના સારવાર કેન્દ્ર માં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેને મૃતક જાહેર કરવામાં આવ્યો. મોનું “જુગાડ” ચાર્જર એટલે કે જેમાં મોબાઈલ ની બેટરી મોબાઈલ માંથી બહાર કાઢી ને ચાર્જર માં ફિટ કરી ને ચાર્જિંગ કરવામાં આવે છે એવા ચાર્જર થી પોતાની બેટરી ચાર્જ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

મિત્રો તમે પણ આવા કોઈ  ઇલેક્ટ્રિક ઉપકરણ ઘરે લાવતા પહેલા સો વખત વિચાર કરજો. બાળકો ઘણી વખત રમત રમત માં મોટી ગંભીર ભૂલો કરી બેઠે છે અને તેની સજા ભોગવવી પડે છે. મોનું ના પરિવારે બાદ માં પોલીસ ને જાણ કર્યા વગર અંતિમ ક્રિયા પતાવી દીધી હતી.

 

[quads id=1]

Related Articles

Back to top button