ટેક્નોલોજી

જૂન માં બેસ્ટ સેલિંગ કાર: મારુતિ, હ્યુન્ડાઇ, ક્રેટા SUV અને ગ્રાન્ડ i10 Nios ટોપ 10 માં થઈ સામેલ..

કાર બનાવતી કંપનીઓએ જૂન મહિનાના કાર વેચાણ ના આંકડા જાહેર કરી દીધા છે. ટોપ 10 સેલિંગ કાર ની વાત કરીએ તો મારુતિ સુઝુકી એક વખત ફરીથી ટોપ પર છે. મારુતિએ જૂન માં કુલ 1,47,388 કારનું વેચાણ કર્યું, જ્યારે મે મહિના માં આ આંકડો 57,228 યુનિટ રહ્યો હતો.

જૂન માં 10 બેસ્ટ સેલિંગ કારની વાત કરીએ તો મારુતિની 8 કાર આ લિસ્ટ માં સામેલ છે. તે સિવાય હ્યુન્ડાઇ ની ક્રેટા SUV અને ગ્રાન્ડ i10 Nios પ્રીમિયમ હેચબેક આ લીસ્ટમાં સામેલ છે.

મારુતિની વેગન R મોડેલ વેચાણ માં ટોચ પર છે:

મારુતિ સુઝુકી ની વેગન્ R મોડેલ જૂન 2021 માં 19,447 યુનિટ વેચાણ ની સાથે સૌથી આગળ હતી. તે સાથે મારુતિ સુઝુકી કંપનીએ જૂન 2020 માં 6,972 યુનિટના વેચાણની તુલના માં ગત મહિને વેગન R ના વેચાણ માં 179% નો વધારો જોવા મળ્યો. તેમજ સ્વીફ્ટે જૂન 2021 માં 17,727 યુનિટ નું વેચાણ નોંધાવ્યું છે.

આવી જ રીતે વેગન R એ દેશ માં સ્વિફ્ટ હેચબુક નું વેચાણ 1,720 ના અંતર થી વેચાણ ની તુલનાથી બહાર કરી દીધી છે. રસપ્રદ વાત એ છે કે વેગન આર  ફાઈનાન્શિયલ  યર 2021 માં CNG સેગમેન્ટ માં વેચાણ માં પણ આગળ છે. તેના વધારાનું કારણ દેશમાં ફ્યુઅલ (પેટ્રોલ,ડીઝલ,CNG,LPG) ની કિમતમાં વધારો છે.

વેગન R ના ફિચર્સ:

વેગન R બે પેટ્રોલ એન્જિન  ઓપ્શન, 1.0 લિટર અને 1.2 લિટર ના વેરિએન્ટમાં મળે છે. 1.0 લિટર, ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન 5,500 rpm પર 67 bhp અને 3500 rpm પર 90 Nm છે.  1.2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન 6,000 rpm પીઆર 82 bhp અને 4,200 rpm પર 113 Nm નું ઉત્પાદન કરે છે. બંને એન્જિનમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન અને AMT ઓપ્શન મળે છે.

હ્યુન્ડાઇ  ક્રેટા 7માં ક્રમે:

હ્યુન્ડાઇ ની આ કાર કંપની ની બેસ્ટ સેલર કાર છે અને મિડ સાઇઝ SUV સેગમેન્ટ માં ક્રેટા SUV પોતાનું સ્થાન બનાવવા માં સફળ રહી છે. તે ટોપ 10 ના લિસ્ટ માં 7માં નંબર પર છે. જૂન માં હ્યુન્ડાઇ ના 9,941 યુનિટ્સ નું વેચાણ કર્યું, જ્યારે ગયા વર્ષે આ આંકડો 7,207 યુનિટ્સ હતો.

આ કાર જે ટોપ 10 માં લિસ્ટેડ થઈ:

મારુતિ સ્વિફ્ટ – મારુતિની આ પ્રીમિયમ હેચબેક કાર બીજા નંબરે છે. કંપની એ તેના કુલ 17,272 યુનિટ્સનું વેચાણ કર્યું અને ગત વર્ષે જૂન ની તુલના માં ત્રણ ગણું વેચાણ કર્યું છે. મારુતિ બલેનો- મે મહિના માં આ કાર સાતમા સ્થાને પહોચી ગઈ હતી પરંતુ હવે ફરી એક વાર તે ત્રીજા સ્થાને પહોચી ગઈ છે. જૂન માં તેના કુલ 14,701 યુનિટ્સ નું વેચાણ થયું.

મારુતિ વિટારા બ્રેઝા- મારુતિની આ સબ -કોમ્પેક્ટ SUVના જૂન માં કુલ 12,,833 યુનિટ નું વેચાણ થયું હતું. ન્યુ જનરેશન વિટારા બ્રેઝા ને ગત વર્ષે ફેબ્રુઆરી માં ઓટો એક્સપો માં રજૂ કરવામાં આવી છે. મારુતિ ડિઝાયર – આ પહેલી સબ કોમ્પેક્ટ સેડાન છે જે ટોપ 10 ની લિસ્ટ માં સામેલ છે. મારુતિ એ જૂન માં તેના 12,639 યુનિટ્સ નું વેચાણ કર્યું, જ્યારે ગયા વર્ષે જૂન માં 5,834 યુનિટ્સ  વેચ્યા હતા.

મારુતિ અલ્ટો – ભારતની સૌથી જૂની હેચબેક કાર આખરે ટોપ લિસ્ટ માં સામેલ થઈ ગઈ છે. જો કે જૂન માં આ કાર ને લોકો એ ઘણી પસંદ કરી અને તેના કુલ 12,513 યુનિટ્સ નું વેચાણ થયું. તેમજ ગત વર્ષે ટોટલ 7,298 યુનિટ્સનું વેચાણ થયું.

મારુતિ અર્ટિગા – આ 7 સીટર SUV જૂનમાં પોતાના સેગમેન્ટ માં લીડર રહી. મારુતિ એ  ગત મહિને તેના કુલ 9,920 યુનિટ્સ નું વેચાણ કર્યું. ગત વર્ષે આ થ્રી- રો  સેવન SUV ના કુલ 3,306 યુનિટ્સ નું વેચાણ થયું.

મારુતિ ઇકો – મારુતિની આ મિનીવેન સતત આ લિસ્ટ માં હજી પણ છે. કંપની એ ગત મહિને તેના કુલ 9,218 યુનિટ્સ નું વેચાણ કર્યું. કંપની એ ગત વર્ષે સમાન અવધિ માં કુલ 3,803 યુનિટ વેચ્યા હતા.

હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios- ટોપ 10 લિસ્ટ માં સામેલ થનારી હ્યુન્ડાઇ ની આ બીજી કાર છે. કંપનીએ ગત મહિને તેના કુલ 8,787 યુનિટ્સ નું વેચાણ કર્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button