સવારે જાગીને કરો માત્ર આ એક ગ્લાસ નું સેવન પાચન અને દુખાવાના 100થી પણ વધુ રોગો થઈ જશે જડમૂળ થી ગાયબ
પાણી આપણા શરીર ને સ્વસ્થ રાખે છે. ભુખ્યા પેટે પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક છે. તો ચાલો જાણીએ ભુખ્યા પેટે પાણી પીવાનાં ૧૦ ફાયદા. આપણા શરીર નો લગભગ ૭૦ ટકા ભાગ પાણી થી બન્યો છે. આપણી તરસ છીપાવવા માટે આ સૌથી સારું પીણું છે. પાણી આપણા શરીર ને સ્વસ્થ રાખે છે. જમ્યા પછી કે પછી કંઈક મસાલેદાર ખાયા બાદ આપણે પાણી પીઈએ છીએ. ભુખ્યા પેટ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો આવો જાણીએ ભુખ્યા પેટે પાણી પીવા નાં ફાયદા.
મેટાબોલિઝમ માં સુધારો કરે છે- ખાલી પેટ પાણી પીવા થી મેટાબોલિઝમ ની ગતિ ઝડપી બને છે. જે તમારા ખોરાક ને ઝડપ થી પચાવવા માં મદદ કરે છે. તેમજ વજન ઘટાડવા માં પણ મદદ રુપ થાય છે. રોજ ઓછા માં ઓછું ૪ લીટર પાણી તો પીવું જ જોઈએ.
ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક- નિયમિત રીતે ભુખ્યા પેટે પાણી પીવા ની આદત પાડવી આપણી ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે તમને સંક્રમણ સાથે લડવા માં મદદ કરી શકે છે. તેમજ સ્વાસ્થ્ય ને વધું સારું બનાવવાનું કામ કરે છે.
શરીર માંથી ટોક્સિન ને બહાર કાઢવા માં પણ મદદ રૂપ- પુરતી માત્રા માં પાણી પીવાથી તે તમારા શરીર નાં ટોક્સિન ને બહાર કાઢે છે. તમે જેટલું વધું પાણી પીશો તેટલી જ વધું વાર બાથરુમ જાવ છો. આ રીતે તમે તમારા શરીર ને શુદ્ધ અને ડિટોક્સીફાઈ કરો છો. આવું કરવું સોજા ને ચડતા પણ રોકે છે.
માઈગ્રેન એટેક ને રોકે છે- ઘણા બધા લોકો ને વારે વારે માથું દુખે છે અને શરીર માં પાણી ની અછત નાં લીધે માઈગ્રેન નો એટેક આવે છે. ડિહાઈડ્રેશન માથા નાં દુખાવા નું મુળ કારણ છે. એક ધારા અમુંક સમયે- સમયે પાણી પીવા થી તેમજ ખાલી પેટ પાણી પીવા થી ખરેખર માથા નાં દુખાવા થી છુટકારા માં મદદ મળે છે. પુરતી માત્રા માં પાણી પીવા થી મો અને દાત ની સમસ્યા ને દૂર રાખવા માં પણ મદદ મળે છે.
વજન ઘટાડવા માં કરે છે મદદ- જમતા સમયે વધું માત્રા માં પાણી પીવા થી તમને ઝડપ થી વજન ઘટાડવા માં મદદ મળી શકે છે. પાણી માં બિલકુલ પણ કેલેરી હોતી નથી. એકધારા અમુક સમયે-સમયે પાણી પીવા થી તમારું પેટ ભરેલું રહે છે. સાથે જ આનું કોઈ નકારાત્મક પરિણામ હોતું નથી. પાણી પીવા થી મેટાબોલિઝમ ઝડપ થી કામ કરે છે. આ માટે આ કેલેરી ને ઝડપ થી બર્ન કરવા માં મદદ કરે છે.
તમને ભુખ નો અનુભવ કરાવે છે- નિયમિત રૂપે પાણી પીવું, તમારા આંતરડા ને સાફ રાખવા માં મદદ કરે છે. આના લીધે તમને સવારે ભુખ પણ લાગે છે જેથી તમે સમય પર તમારો નાસ્તો કરી શકો.
ત્વચા નિખારવા માં મદદ કરે છે- સાફ અને ચમકદાર ત્વચા મેળવવા માટે ખૂબ જ પાણી પીવું એ સૌથી સરળ ઉપાય છે. ડાઘા કે કાળા ડાઘા સામાન્ય રીતે શરીર માં ટોક્સિન જમા થવા ને લીધે થાય છે. પાણી શરીર માંથી ટોક્સિન ને બહાર કાઢવા માં મદદ કરે છે.આથી તે તમારી ત્વચા પર નિખાર લાવવા માટે મદદરૂપ થાય છે.
તમારા આંતરડા ને સાફ રાખે છે- ખાલી પેટ પાણી પીવા થી પાચનક્રીયા સારી રહે છે. પાણી તમારા શરીર ને નિયમિત રૂપે રહેતી કબજિયાત થી છુટકારા માં મદદ કરે છે.
સ્ફુર્તિ વધારવા માં મદદ કરે છે.- જો તમને ઉંઘ કે સુસ્તી નો અનુભવ થતો હોય, તો ખાલી પેટ પાણી પીવા થી તમે તરત જ એક્ટિવ થવાનો અનુભવ કરી શકો છો. પાણી લાલ રક્ત કોશિકાઓ ને ઝડપથી વધવા માટે ઉત્તેજિત કરે છે, જેના લીધે વધુ ઓક્સિજન અને ઉર્જા મળે છે.
તે કોલન ને સાફ રાખે છે- ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવા થી જમા થયેલ ગંદકી થી છુટકારો મેળવવા માં મદદ થાય છે અને પોષક તત્વો નું ઝડપ થી અવશોષણ પણ થાય છે.