સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા અભિષેક ચેટર્જીએ માત્ર 57 વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ, અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. આ સમાચાર બાદ સિનેમા જગતમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. જયારે તમામ અભિનેતા સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
અભિનેતાના પરિવારજનોના જણાવ્યા મુજબ, બુધવારના એક શોના શૂટિંગ દરમિયાન અભિષેક ચેટર્જી દ્વારા પેટમાં ખેંચાણની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને ઘર પર જ સેલાઈન કરવામાં આવ્યા હતા. એવામાં આજ સવારના હાર્ટ એટેક આવવાના કારણે અવસાન થઈ ગયું હતું.
પરિવારમાં શોકનો માહોલ
બંગાળી અભિનેતા અભિષેક ચેટર્જી પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રીને છોડીને ચાલ્યા ગયા છે. આ દુઃખદ સમાચાર બાદ સમગ્ર પરિવારમાં શોકમાં મોજું છવાઈ ગયું છે.
અભિષેક ચેટરજીના ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેમને વર્ષ 1986 માં ફિલ્મ ‘પથભોલા’ નામની ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેમને ઋતુપર્ણો ઘોષની ‘દહન’ અને ‘બારીવલી’ અને ‘મજુમદાર’ જેવી ફિલ્મોમાં અભિનયની છાપ છોડી હતી. બંગાળી ફિલ્મો સિવાય તેમને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…