સવારે આંખો ખોલતાની સાથે જ બધા લોકોને બેડ ટીની આદત હોય છે. તે સાચું છે કે મોટાભાગના લોકોના દિવસની શરૂઆત એક કપ ચા સાથે જ થાય છે એક કપ ચામાં 20 થી 60 મિલિગ્રામ કૈફીન હોય છે. કૈફીન ને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આજના સમયમાં કોઇ પણ વ્યક્તિને ચા પીવી પસંદ હોય છે, પરંતુ દરરોજ ચા પીવાના ફાયદા અને ગેરફાયદા પણ હોય છે.
જેમ કહેવાય છે કે, કોઇ પણ વસ્તુ યોગ્ય માત્રામાં એટલે કે લિમિટમાં જ સારી. કારણ કે વધારેમાં વધારે કંઈ પણ વસ્તુ ખાવા-પીવાથી શરીરને મોટું નુકસાન થાય છે. એ જ રીતે ચાના વધુ પડતા સેવનથી શરીરને મોટું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ચાનું નિયમિતપણે સેવન કરો છો, તો તમારે કેટલીક ખાસ વાતો વિશે જરૂર જાણવું જોઇએ.
તમને જણાવી દઈએ કે વધારે પડતી ચા પીવી તમારા હૃદય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે કોઈપણ રોગની દવા લઇ રહ્યા છો તો તમારે ચા પીવાથી બચવું જોઈએ.
વધુ પડતી ચા પીવી આંતરડા પર અસર કરે છે. તે કબજિયાતને પણ ઉત્પન્ન કરે છે. કેટલાક લોકો સવારે ચા પીધા વગર ફ્રેશ થતા નથી, પરંતુ આ આદત નુકસાનકારક હોય છે. નિયમિત રીતે ચા પીવાથી હાડકાં બરડ (ભંગુર) થઇ જાય છે, રક્તવાહિનીઓ સંકુચિત થઇ જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે અને એસિડોસિસ વધી જાય છે. કહેવાય છે કે વધુ પડતા ચાના સેવનથી જાડાપણું પણ વધી જાય છે. આ સાથે ગરમ ચા પીવાથી મોંમાં છાલા પણ પડતા હોય છે, જેનાથી તમને ખાવામાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. આ સાથે જ સતત ચા પીવાથી દાંત પણ પીળા દેખાય છે.
સવારે-સવારે ખાલી પેટે ચા પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, સવારે ચા પીતા પહેલા ગરમ અથવા સાદું પાણી પીવો, ત્યારબાદ ચા પીવો, નહીંતર બને ત્યાં સુધી નાસ્તામાં થોડો પૌષ્ટિક ખોરાક લો અને પછી ચા પીવો.
ખરેખર, શરીરને આખી રાત પાણી મળતું નથી, જેના કારણે શરીર નિર્જલિત થઈ જાય છે, આવી સ્થિતિમાં, સવારે ઉઠને સૌથી પહેલા પાણી જ પીવું જોઈએ. જો પાણી પછી ચા પીઓ છો, તો તેનું નુકસાન થોડું ઘણું ઓછું થઇ જાય છે. ખાલી પેટે જો ચા પીવામાં આવે તો પેટમાં બળતરા, ગેસ, ખાટા ઓડકાર આવવા, પીત્ત ચડવું જેવી અનેક બીમારીઓ થાય છે. ઉપરાંત કેન્સર જેવી ખતરનાક બીમારી થવાની પણ શક્યતાઓ રહેલી છે.
વધુ પડતી ઉકાળેલી ચા પીવાથી પણ ચામાં નિકોટિનામાઇડનું પ્રમાણ વધી જાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી. મૂકી રાખવામાં આવેલી ચાને ફરી ગરમ કરીને ક્યારેય ન પીવી જોઈએ, આ કોઈ ધીમા ઝેરથી ઓછું નથી હોતું. શક્ય હોય ત્યાં સુધી તમારે તાજી અને ફ્રેશ ચા જ પીવી જોઈએ. જ્યાં સુધી 3 થી 4 કલાકના અંતરાલ પછી જ ચા પીવાનો પ્રયાસ કરવો જોઈએ.
વધુ પડતાં દૂધ વાળી ચાને બદલે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ગરમ હર્બલ ચા પીવો છો, તો તેના તમામ ગુણ સમાપ્ત થઈ જાય છે. તેથી પહેલીવાર ચા બનાવ્યા પછી તરત જ ચા પીવો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…