IPL 2022 Auction પહેલા જાણો કઈ ટીમે ક્યા ખેલાડીઓને કર્યા રિટેન અને કઈ ટીમ પાસે છે કેટલું બજેટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝનને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. જ્યારે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. મેગા ઓક્શનમાં કુલ 590 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંગ્લોરમાં સવારે 11 વાગ્યાથી પ્લેયર્સ પર બોલી લગાવવામાં આવશે. તો આવો જાણી લઇ કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે અને કઈ ટીમે કયા ખેલાડીને રિટેન કર્યા છે.
370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ પર બોલી લાગશે
IPL 2022 ની મેગા હરાજી માટે ફાઈનલ કરવામાં આવેલ 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડી છે. આ હરાજીમાં ભારત બાદ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 47 ખેલાડી છે. 590 ખેલાડીઓમાંથી 228 ખેલાડી તે છે જે પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. જ્યારે 335 ખેલાડી એવા છે, જેમને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી.
રિટેન કરવામાં આવેલ ખેલાડીઓની યાદી
ચેન્નાઈ સુપર કિંગ્સ – રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ) અને ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ).
દિલ્હી કેપિટલ્સ – ઋષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), પૃથ્વી શો (75 કરોડ), એનરિક નોટર્જે (6.5 કરોડ).
કોલકાતા નાઈટ રાઈડર્સ – આન્દ્રે રસેલ (12 કરોડ), વેંકટેશ ઐયર (8 કરોડ), વરુણ ચક્રવર્તી (8 કરોડ), સુનીલ નારાયણ (6 કરોડ)
મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા (16 કરોડ), જસપ્રિત બુમરાહ (12 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ), કેરોન પોલાર્ડ (6 કરોડ)
પંજાબ કિંગ્સ – મયંક અગ્રવાલ (14 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ)
રાજસ્થાન રોયલ્સ – સંજુ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ), યશસ્વી જયસ્વાલ (4 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાજ (7 કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદ – કેન વિલિયમસન (14 કરોડ), ઉમરાન મલિક (4 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ)
લખનૌ સુપર જાયન્ટ્સ – લોકેશ રાહુલ (15 કરોડ), સ્ટોઈનિસ (11 કરોડ), રવિ બિશ્નોઈ (4 કરોડ)
ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા (15 કરોડ), શુભમન ગિલ (7 કરોડ), રાશિદ ખાન (15 કરોડ)
તમામ ફ્રેન્ચાઈઝીના પર્સમાં કેટલી રકમ છે –
પંજાબ કિંગ્સ – ૭૨ કરોડ રૂપિયા
સનરાઇઝર્સ – 68 કરોડ રૂપિયા
રાજસ્થાન રોયલ્સ – 62 કરોડ રૂપિયા
આરસીબી – 57 કરોડ રૂપિયા
મુંબઈ ઇન્ડિયન્સ – 48 કરોડ રૂપિયા
ચેન્નાઈ સુપર કિંગ્સ – 48 કરોડ રૂપિયા
કેકેઆર – 48 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ – 47.5 કરોડ રૂપિયા
લખનૌ – 59.8 કરોડ રૂપિયા
અમદાવાદ – ૫૨ કરોડ રૂપિયા