એક મહિલા ને એક જ દિવસ માં બે વખત રસી અપાઈ, ફોન માં સતત વ્યસ્તતા ને કારણે થઈ ભૂલ
દુનીયાભર માં અત્યારે કોરોના કાળો કેર વર્તાવિ રહ્યો છે. રોજબરોજ નવા સ્ટ્રેઇન સામે આવતા જાય છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ચેપના 89129 નવા દર્દીઓ નોંધાયા છે અને 714 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના ને માત આપનાર લોકોની સંખ્યા 44202 છે.
અત્યારે સમગ્ર દેશ માં લોકો ને કોરોના ની વેક્સિન આપવાની જુંબેશ હાથ ધરવામાં આવી છે. ડોકટરો દિનરાત લોકો ને કોરોના માંથી બચાવવા માં અને લોકો ને વેક્સિન આપવા માટે કામે લાગી ગયા છે. દુનિયા માં સૌથી વધારે મોટો વેકસીનેશન પ્રોગ્રામ અત્યારે ભારત દેશ માં ચાલી રહ્યો છે, જે આપના માટે ગૌરવ ની વાત છે.
આા વેકસીનેશન અભિયાન હેઠળ સરકારી દવાખાનાઓ માં મફત માં અને કેટલાક પ્રાઇવેટ દવાખાના માં નજીવી કિંમત માં રસી મૂકી દેવામાં આવે છે. શુક્રવારે કાનપુર માં કોરોના વેક્સિન ને લાગતો એક અજીબ મામલો સામે આવ્યો છે. જેમાં ફરિયાદી નું કહેવું છે કે તેને એક જ દિવસ માં બે વખત રસી આપવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ ના કાનપુર માં એક એવી લાપરવાહી સામે આવી છે કે તે જાણી ને તમે ચોંકી જશો. વાત એવી છે કે મદોઈલી ના પ્રાથમિક હેલ્થ સેન્ટર પર એક મહિલા વેક્સિન મૂકવા ગયા હતા. ત્યાં ફોન પર સતત વ્યસ્ત એએનએમ ના મેડમે આ મહિલા ને થોડાક જ સમય ના ગાળા માં એક પછી એક એમ બે વખત રસી આપી દીધી. રસી લેનાર મહિલા એ જ્યારે આ બાબતે પૂછ્યું તો મેડમે તેની ભૂલ સ્વીકારી લીધી.
મહિલા ના પરિવાર જાણો ને આા બાબત ની ખબર પડતાં તેઓ ગુસ્સે થઈ ગયા હતા.લોકલ મીડિયા રિપોર્ટ પ્રમાણે જેન મહિલા ને કોરોના રસીની ડબલ ડોઝ આપવામાં આવી હતી તેણે કહ્યું કે એએનએમ મેડમ ફોન પર વાત કરવામાં ખૂબ વ્યસ્ત હતી અને તેણે એક વાર રસી આપ્યા બાદ દૂર જવા કહ્યું નહીં.
અને થોડી વાર પછી એ મેડમ ફોન પર વાત કરતાં કરતાં આવ્યા અને બેઠેલી પેલી મહિલા ને ફરી વખત રસી આપી દીધી. પછી આ સમગ્ર મામલો પ્રાથમિક કેન્દ્ર ના સ્ટાફ ના ધ્યાન માં આવતા તેમણે ફરિયાદી ને એક કલાક સુધી નિરીક્ષણ માં રાખ્યા હતા. આ સમય દરમિયાન તે સ્ત્રી ને કોઈ તફલિક આવી ના હતી. આ કેસ ની જાણકારી ઉપરી અધિકારીઓ ને દઈ દેવામાં આવી છે.