સ્વતંત્રતા દિવસ આવતા પહેલા જ જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. બે અલગ અલગ સ્થળોએ સુરક્ષા દળોએ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યા છે અને આતંકવાદથી આઝાદી મેળવી છે. એક બાજુ કિશ્તવાડમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ પકડી પાડ્યા છે.
ત્યારે પૂંછમાં BSF એ એક મોટું કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. કિશ્તવાડમાં પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને બારૂડ પણ મળી આવ્યા છે. આ સિવાય સોમવારે પૂંછમાં એક ષડયંત્રને નિષ્ફળ બનાવતા સુરક્ષાદળોએ આતંકવાદીઓના જગ્યાએથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે.
આ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે, પૂંછ જિલ્લાના સાંગડ ગામમાં એક જગ્યાએથી આતંકવાદીઓના હથિયારો મળી આવ્યા છે. જોકે ઘટના સ્થળેથી કોઈ આતંકવાદી પકડાયો નથી. આ આતંકવાદીઓએ ગામની નજીક આવેલા જંગલમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. બીએસએફે આતંકીઓના જગ્યાએથી બે એકે -47 રાઇફલ, 4 મેગેઝિન, ચાઇનીઝ પિસ્તોલ અને 10 પિસ્તોલ મેગેઝિન પણ જપ્ત કર્યા છે. આ સિવાય સ્થળ પરથી અણુ વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં સુરક્ષા દળોએ તેમની કામગીરીને વધુ ઝડપી કરી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળો દ્વારા 90 જેટલા આતંકવાદીઓનો નાશ કર્યો છે. પંજાબમાં ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા વિસ્ફોટકો અને ગ્રેનેડને ટિફિનમાં ભર્યા હતા.
એટલું જ નહીં, પડોશી રાજ્ય પંજાબમાં પણ આતંકવાદીઓનું નવું કૃત્ય સામે આવ્યું છે. પંજાબ પોલીસે પાકિસ્તાનની સરહદે આવેલા ગામોમાંથી ટિફિન બોક્સમાં ભરેલા વિસ્ફોટકો અને હેન્ડ ગ્રેનેડ્સ મળ્યાનો દાવો કર્યો છે. રાજ્ય પોલીસ વડા દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને આ બાબતે કામ કરી રહી છે. એટલું જ નહીં, દિનકર ગુપ્તાએ શંકા વ્યક્ત કરી કે IIED વિસ્ફોટકો અને હેન્ડ ગ્રેનેડ સરહદ પારથી ડ્રોન મારફતે છોડવામાં આવ્યા હતા. જોકે હજી તેમણે એ નથી કહ્યું કે આતંકવાદીઓએ કોને નિશાન બનાવ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…