રમત ગમત

ભારતને U19 World Cup જીતાડનાર ખેલાડીઓ પર થયો ઇનામોનો વરસાદ, BCCI એ દ્વારા આપવામાં આવશે લાખો રૂપિયા

અંડર-19 વર્લ્ડ કપ જીતવાનો સૌથી વધુ વખત રેકોર્ડ બનાવ્યા બાદ હવે ભારતની યુવા ટીમ પર ઇનામોનો વરસાદ થવા લાગ્યો છે. ભારતીય ટીમે એન્ટિગુઆમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. ભારતીય ટીમે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે પ્રથમ બોલિંગ કરતા ઈંગ્લેન્ડ ટીમને 44.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ ટાર્ગેટનો પીછો કરતા 47.4 ઓવરમાં 6 વિકેટે પ્રાપ્ત કરી લીધો હતો. જ્યારે હવે આ મેચ જીત્યા બાદ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થવા લાગ્યો છે.

BCCI સેક્રેટરી જય શાહે ભારતના વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ‘Under-19 World Cup માં શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીતનાર અંડર-19 ટીમના સભ્યોને BCCI 40-40 લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને સપોર્ટ સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપશે. તમે અમારું ગૌરવ વધાર્યું છે. ભૂતપૂર્વ કલાત્મક બેટ્સમેન અને NCA ચીફ વીવીએસ લક્ષ્મણ પણ ટીમની સાથે વેસ્ટ ઈન્ડિઝમાં હતા.

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ ખેલાડીઓને પુરસ્કાર આપવા વિશેમાં જણાવ્યું છે કે, ‘Under-19 World Cup ટીમના હેલાડી, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને આટલી શાનદાર રીતે વર્લ્ડ કપ જીતવા બધ અભિનંદન. અમારા દ્વારા 40 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત પ્રશંસાનું એક પ્રતિક છે, પરંતુ તેમના પ્રયાસ તેનાથી ઘણા પરે છે. શાનદાર રમત.

ભારતીય ટીમ માટે દિનેશ બાનાએ શાનદાર સિક્સર ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં આવ્યું હતું. જ્યારે શેખ રાશિદે 84 બોલમાં છ ચોગ્ગાની મદદથી 50, નિશાંત સિંધુએ 54 બોલમાં 5 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 50 અને રાજ બાવાએ 35 રન બનાવ્યા હતા. ભારતે આ અગાઉ 2000 માં મોહમ્મદ કૈફની કેપ્ટનશીપમાં, 2008 માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં, 2012 માં ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં અને 2018 માં પૃથ્વી શોની કેપ્ટનશીપમાં Under-19 World Cup જીત્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button