ટેક્નોલોજી

બજાજે પોતાની બાઇક 25000 રૂપિયા કરી સસ્તી, ઓગસ્ટમાં થશે ઉપલબ્ધ, જાણો વિગતે માહિતી

 

જો તમે પણ સ્પોર્ટ્સ બાઇકનાં શોખીન છો અને સ્પોર્ટ્સ બાઇક ખરીદવા માંગો છો તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે.બજાજ કંપનીએ તેની બાઇક KTM 250 એડવેન્ચરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. બજાજે આ બાઇકમાં 25000નો ઘટાડો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બાઇકમાં કરવામાં આવેલ આ ઘટાડો કપાત કામ ચલાઉ છે અને કોઇપણ સમયે બાઇકની કિંમતોમાં ફરી વધારો થઇ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર ગ્રાહકો ઓગસ્ટના અંત સુધીમાં  ભાવનો લાભ મેળવી શકશે.

ખરેખર, બજાજ કંપનીની આ બાઇક KTM 250 એડવેન્ચર વેચાણમાં સતત માંગ ઘટી રહી હતી, આ બાઇક અન્ય બાઇકોની જેમ સારું પર્ફોર્મ ન કરી શકી. તેના કારણે કંપનીએ તેની કિંમતોમાં ઘટાડો કર્યો છે જેથી તે તેના ગ્રાહકોને અન્ય બાઇકની જેમ આ બાઇકના ગ્રાહક વધારી શકે.

ભાવ ઘટાડ્યા પછી શું છે બાઇકની કિંમત? તમને જણાવવા માંગીએ છીએ કે બાઇકની કિમત બાદ KTM 250 એડવેન્ચરનો ભાવ દિલ્હીમાં 2 લાખ ₹ 30 હજાર રૂપિયા થઈ ગયો છે. આ બાઇકની જૂની કિંમતની વાત કરીએ તો અગાઉ આ બાઇકની કિંમત 2 લાખ 55 હજાર રૂપિયા હતી. અમે જણાવી દઈએ કે બજાજે થોડા સમય પહેલા તેની KTM મોટરસાઇકલની કિંમતોમાં વધારો કર્યો હતો.

જો તમે વિચારી રહ્યા છો કે તમે આ બાઇકને કાયમ માટે ઓછી કિંમતે ખરીદી કરવી છે, તો અમે તમને જણાવવા દઈએ કે તમે ઓગસ્ટના અંત સુધીમાં જ આ બાઇકની ઘટાડેલી કિંમતોનો લાભ લઇ શકશો. ઓગસ્ટ મહિના પછી, આ બાઇક તેની જૂની કિંમતમાં જ મળશે. દેખાવમાં આ બાઇક ખૂબ જ મજબૂત લાગે છે.આ બાઇકના પાર્ટ્સની વાત કરીએ તો આ બાઇકના મોટાભાગના પાર્ટ્સનો ઉપયોગ KTM 390 એડવેન્ચરનાં કામમાં કરવામાં આવ્યો છે, જે આ બાઇકના લુકને વધુ સારો બનાવે છે.

આ બાઇકના પિકચસર જોતાં આ બાઇક ખૂબ જ મજબૂત એન્જિન સાથે આવે છે, આ બાઇકનું એન્જિન 248 સીસી છે.આ બાઇક એ જ એન્જિન સાથે આવે છે જેનો ઉપયોગ KTM 250 dukeમાં કરવામાં આવ્યો છે. આ બાઇકના પાવરની વાત કરીએ તો આ બાઇક 9000 આરપીએમ પર 29 બીએચપી અને 7500 આરપીએમ પર 24 એનએમ પિકઅપ ટોર્ક જનરેટ કરે છે.જ્યારે તમે આ બાઇક સાથે ઓફ રોડ રાઇટિંગ કરશો, ત્યારે તમને 200 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે.આ બાઇક 19 ઇંચ ફ્રન્ટ વ્હીલ અને 18 ઇંચ રિયર વ્હીલ સાથે આવે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago