દેશ

ગેસ નો બાટલો ફાટતા બે માળનું મકાન ધરાશયી થયું, ઘટનાને કારણે બે લોકોના કરૂણ મોત

આ બનાવ સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં આવેલ રાણીપ વિસ્તારમાં. રાણીપ વિસ્તારમાં આવેલ નેમિનાથ સોસાયટીમાં આ બનાવ સામે આવ્યો છે. જ્યા ગેસનો બાટલો ફાટવાને કારણે બે માળનું ઘર ધરાશયી થઈ ગયું છે. આ ઘટનામાં બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઘરના સભ્યો વહેલી સવારે પાણી ગરમ કરવા જતા હતા તે સમયે અચનાક ઘરમા બ્લાસ્ટ થયો તેવી માહિતી સામે આવી છે. નેમિનાથ સોસાયટી વિભાગ-1માં વહેલી સવારે બધા સુઈ રહ્યા હતા. તેજ સમયે સોસાયટીમાં ધડાકાભેર અવાજ થયો જેના કારણે બધાજ ઉઠી ગયા અને ઘરની બહાર દોડ્યા જ્યા બે ઘર ધરાશયી થઈ ગયા હતા. જેના કારણે લોકો ચોંકી ઉઠ્યા.

સોસાયટીના સભ્યો પહેલા તો હેરાન થઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમણે તાત્કાલીક પોલીસને અને ફાયરવિભાગને આ મામલે જાણ કરી. ઘટનાની જાણ થતા ફાયરબરિગેડની ટીમ પણ સ્થળ પર પહોચી હતી જ્યા તેમણે રેસક્યું હાથ ધર્યું અને છ લોકોનો જીવ તેમણે બચાવ્યો હતો. કારણકે તે બધાજ મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ફસાયા હતા.

સમગ્ર મામલે તપાસ કરતા એવું સામે આવ્યું કે વહેલી સવારે પાણી ગરમ કરતી વખતે ગેસ શરૂ કર્યો ત્યારે અચાનકજ બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના લોકોને જાણે કે ભૂકંપ જેવો અનુભવ થયો હતો. બહાર આવીને લોકોએ જ્યારે જોયું ત્યારે બે ઘર ધરાશયી થઈ ગયા હતા. જેના કારણે લોકો હેરાન થઈ ગયા.

જોકે આસપાસના લોકોએ તુરંત કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી. જોકે કાટમાળ નીચે ફસાયેલી બે મહિલાઓનું સારવાર દરમિયામ મોંત નિપજ્યું જેના કારણે તેમના પરિવાર પર જાણે કે આભ તૂટ પડ્યું છે.

ઉલ્લેખમનીય છે કે આ ઘટનામાં બે મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ છે. જેના કારણે તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે બે મકાન ધરાશાયી થયા તેમા એક મકાનમાં ભાડેથી એક પરિવાર રહેતો હતો. સાથેજ સમગ્ર મામલે પોલીસ એફ.એસ.એલની ટીમની મદદ લઈને વધું તપાસ કરી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button