ગુજરાતમાંથી અવાર-નવાર નાણાં ની ઠગાઇ ના કેસ આવતા હોય છે ત્યારે આજે ફરી એક વખત વડોદરા જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. આ ક્રાઇમ એક વ્યક્તિ જેણે પોતાને ઇ-પેમેન્ટ પ્લેટફોર્મની એક્ઝિક્યુટિવ તરીકે ઓળખાવ્યો હતો અને તેને વડોદરા જિલ્લાના આ ફરિયાદીને ફોન કર્યો અને કહ્યું કે તે 1200 રૂપિયા કેશબેક માટે ની ઓફર માટે લાયક છે.
ફોન કરનાર સાથે પોતાનો પિન શેર કર્યા પછી ફરિયાદીએ તેના બે બેંક ખાતામાંથી રૂપિયા 2.2 લાખ ગુમાવ્યા હતા. પોલીસે સાયબર ફ્રોડ કેસમાં આની વધુ તપાસ શરૂ કરી છે.આ ફરિયાદ ગુજરાતના વડોદરા જિલ્લાના એક ગામના એક વ્યક્તિએ પોલીસમાં નોંધાવી છે. તેમાં તેને કહ્યું છે કે બનાવટી કેશબેક ઓફરની લાલચ આપનારા સાયબર બદમાશો દ્વારા તેના બેંક ખાતામાંથી બે લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.
તો ચાલો આપણે જાણીએ આવું થયું કેવી રીતે ?
આ ઘટના વડોદરા જિલ્લાના દેસર ગામના ચિરાગ પટેલ સાથે થઈ છે. તેમણે પોલીસ સ્ટેશન માં કરિયાદ કરતાં જણાવ્યું છે ઇ-પેમેન્ટ પ્લેટફોર્મના કર્મચારી તરીકે પોતાને રજૂ કરનાર એક વ્યક્તિએ તેને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે તમે રૂ. 1,200 ની કેશબેક ઓફર માટે પસંદ થયા છો.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફોન કરનારે ચિરાગ પટેલને એવી માહિતી આપી હતી કે પહેલા તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને પાછળથી તે પૈસા 1,200 ની કેશબેક રકમ સાથે પાછા આપવામાં આપવશે.
આ વાતમાં જ્યારે ચિરાગ પટેલ સંમત થયા, ત્યારે ફોન કરનારે તેમને તેમની વ્યક્તિગત ઓળખ અને પિન નંબર સહિતની બેંક વિગતો આપવા જણાવ્યું હતું. તે પછી ટૂંક સમયમાં ચિરાગ પટેલને તેના બે અલગ અલગ બેંક ખાતાઓમાંથી 2.2 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ રકમ પાછી ન મળતાં ચિરાગ પટેલ ને શક ગયો કે તે ઇ-પેમેન્ટ પ્લેટફોર્મના કર્મચારી દ્વારા ઠગાઇ નો ભોગ બન્યા છે. ત્યારબાદ આ કર્મચારીએ ચિરાગ પટેલને તેમની બેંકની મુલાકાત લેવા અને બેંક મેનેજર સાથે વાત કરવા જણાવ્યું હતું.
ત્યારપછી ચિરાગ પટેલ બેંકમાં ગયા અને એક્ઝિક્યુટિવને તેમણે ફોન કર્યો પરંતુ એક્ઝિક્યુટિવએ તેમનો ફોન ઉપડ્યો નહીં. બેંક મેનેજર સાથે વાત કર્યા પછી પટેલને સમજાયું કે તે સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે.
આ પછી પોલીસે સાયબર ફ્રોડ કેસમાં તપાસ શરૂ કરી છે. એક પોલીસ અધિકારીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં સૂચવવામાં આવ્યું હતું કે આ નાણાં બિહારની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં એક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ બાબતને લઈને પોલીસે લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે. તેમજ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા બનાવો બને તો જે તે જિલ્લાના પોલીસ સ્ટેશનને જાણ કરો અથવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો. જો તે શક્ય હોય તો સૌપ્રથમ પોલીસ નંબર 100 ઉપર સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરો. આ ફરિયાદ તમારે બનાવ બન્યાના ૨૪ કલાકમાં કરવી ખૂબ જરૂરી છે, જેથી ફરિયાદીને થતું આર્થિક નુકસાન રોકીને પૈસા પાછા અપાવી શકાય.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…