બાંગ્લાદેશે પ્રથમ T-20 મેચમાં અફઘાનિસ્તાનને 61 રને હરાવી બે મેચની સીરીઝમાં લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા યજમાન બાંગ્લાદેશની ટીમે 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 94 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન નઇમ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ મુનીમ શહરયાર પણ 17 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. શાકિબ અલ હસન પણ સારી દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા અને તે 5 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ મહમુદુલ્લાહ પણ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. વિકેટો પડવાની સાથે લિટોન દાસે શાનદાર બેટિંગ કરી હતી. લિટોન દાસ 44 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે નીચલા ક્રમથી અફીફ હુસૈને 25 રન બનાવ્યા અને બાંગ્લાદેશનો સ્કોર 8 વિકેટે 155 રન સુધી પહોંચાડી દીધો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને અજમતુલ્લાહે 2-2 વિકેટ લીધી હતી.
જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે શરૂઆતથી જ વિકેટ ગુમાવી અને આ સિલસિલો અંત સુધી ચાલતો રહ્યો હતો. નજીબુલ્લાહ ઝાદરાને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. તેના સિવાય ઓમરઝઈ અને નબીએ અનુક્રમે 20 અને 16 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા નહોતા. સમગ્ર ટીમ અઢારમી ઓવરમાં કુલ 94 રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ ટીમ તરફથી નસુમ અહેમદે 4 વિકેટ પ્રાપ્ત કરી હતી. તેના સિવાય શોરીફુલ ઈસ્લામે 3 વિકેટ લીધી હતી. શાકિબ અલ હસનને પણ 2 વિકેટ મળી હતી. નસુમ અહેમદને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેની સાથે બાંગ્લાદેશે છેલ્લી વનડેમાં અફઘાનિસ્તાન સામે મળેલી હારનો બદલો અહીં લઈ લીધો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…