આપણાં ગુજરાત વાનગી સિવાય પણ બીજા ઘણા રાજ્યની સ્વાદિષ્ટ વાનગીઓ છે જેને જોતાં જ ખાવાનું મન થાય છે પરંતુ તે ખાવા માટે આપને ત્યાં તો જઈ ના શકીએ પણ ક્યારેક તે વાનગી બનાવતી હોટેલમાં જઈ શકાય છે ત્યારે જ તે ખાવા મળી શકે છે. પરંતુ આજે અમે અહી તમને બંગાળની એક ફેમસ બંસતી પુલાવની રેસીપી જણાવીશું. જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને પરિવાર મોજથી ખાશે. તો ચાલો રેસીપી જાણીએ.
બસંતી પુલાવ બનાવ માટેની સામગ્રી: 1 કપ બાસમતી ચોખા. 2 ટે. સ્પૂન ઘી, 1/4 ટે. હળદર, 12 સૂકી દ્રાક્ષ, કાજુ,3 ઈલાયચી, 4-5 લવિંગ, 1 તમાલ પત્ર, 1 તજ ,3 ટે. સ્પૂન ખાંડ,1 ચપટી કેસર, 2 કપ પાણી, 1 નાની વાટકી મોટી કાપેલી બદામ અને પિસ્તા.
બસંતી પુલાવ બનાવ માટેની રીત: બસંતી પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક પહેલા એક બાઉલમાં પલાળવા માટે મૂકી દો. અડધા કલાક પછી ચોખામાંથી પાણીને દૂર કરી દો. ગેસ સળગાવી એક કઢાઇની અંદર ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઇ ગયા બાદ તેની અંદર કાજુ અને સૂકી દ્રાક્ષ નાખી 1-2 મિનિટ સુધી તળી લેવી.ત્યારબાદ તેની અંદર ઈલાયચી, લવિંગ, હળદર અને તજ,તમાલ પત્ર નાખીને 4-5 સેકંડ સુધી તળી લેવા.
બધી સામગ્રી તળી લીધા બાદ તેની અંદર ચોખા નાખીને બધી જ સામગ્રી મિક્સ કરી લેવી. કઢાઇની અંદર 2 કપ પાણી નાંખ્યા પછી ખાંડ અને કેસર નાખીને ગેસની ધીમી આંચ ઉપર થવા દો. કઢાઈને ઢાંકણ ઢાંકીને 12-15 મિનિટ સુધી તેને રહેવા દો જેનાથી પાણી બળી જશે અને ચોખા પણ બરાબર થઈ જશે. ત્યારબાદ ગેસને બંધ કરી દો.
5 મિનિટ સુધી કઢાઈને એમ જ રહેવા દેવી પછી બદામ અને પિસ્તા દ્વારા બનાવેલી સમાગ્રીને ઉપરથી નાંખી દો તો તૈયાર છે તમારો બંગાળનો પ્રખ્યાત બસંતી પુલાવને ગરમ ગરમ જ પીરસી અને સ્વાદિષ્ટ પુલાવ ખાઓ. આ રેસિપી તમને ગમી હોય તો શેર કરીને જરૂર જણાવજો જેથી અમે તમારા માટે આવી જ અવનવી રેસિપી લાવશું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…