મનોરંજન
બાળકો સ્કૂલમાં ભણતા હતા, પછી અચાનક ઝાડ ઉપર ધડાકો થયો- જુઓ ચોંકાવનારો વીડિયો
સોશિયલ મીડિયા પર, ઝાડ ઉપર વીજળી પડવાનૉ એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તે જોઈને તમને આશ્ચર્ય થશે. યુ.એસ.ની વિસ્કોન્સિન હાઇ સ્કૂલની બહાર સુરક્ષા કેમેરામાં સુરક્ષા કેમેરા રેકોર્ડ કરવામાં આવ્યા હતા,જેમાં વીજળી પડવાના કારણે ઝાડ નીચે પડતા જોઇ શકાય છે. ઇમારતની પાસે ઉભેલુ એક ઝાડ આંખના પલકારામાં બળી જાય છે.
વાટોમા હાઇ સ્કૂલના આચાર્ય જેનિફર જોહ્ન્સને જણાવ્યું હતું કે, બાળકો બહાર ભણતા હતા ત્યારે વીજળી ઝાડ પર પડી હતી. ગુરુવારે સવારે 8:25 કલાકે વિદ્યાર્થીઓ બહાર બેસીને એક્ટ એસ્પાયર ટેસ્ટ આપતા હતા. ત્યારે વીજળી ઝાડ પર પડી.
યુએસ નેશનલ વેધર સર્વિસ ગ્રીન બે વિસ્કોન્સિન દ્વારા 9 એપ્રિલે આ વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકો એ પોતપોતાનાં મંતવ્યો અને લાઇક આપ્યા હતા. જુઓ આ વિડિયો.
[quads id=1]