જાણવા જેવુંસ્વાસ્થ્ય

વિશેષજ્ઞો પાસેથી જાણો: બાળકો માં કોરોના નાં ક્યા ક્યા લક્ષણો આવે છે? એમની ઈમ્યુનિટી વધારવા માટે શું કરવું?

દેશમાં કોરોના દર્દીઓ ની સંખ્યા માં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ સંક્રમણ ના લીધે થતા મોત ની સંખ્યા હજી વધુ છે. આ દરમિયાન ત્રીજી લહેર ની ચર્ચા પણ થઈ રહી છે. કહેવા માં આવી રહ્યું છે કે આ લહેર માં બાળકો વધું પ્રભાવિત થશે.
જો કે સરકાર નું કહેવું છે કે આ વાત નો કોઈ સબૂત નથી કે કોરોના ની ત્રીજી લહેર માં બાળકો પર વધું અને ગંભીર અસર પડશે, તો પણ વિશેષજ્ઞ કહે છે કે સાચવી ને રહેવા ની જરૂર છે. અને તેમની ઈમ્યુનિટી ને મજબૂત કરવાની જરૂર છે.

જો કે હજું બાળકો માટે વેક્સિન નથી આવી, પણ તે માટે ટ્રાયલ થઈ રહ્યા છે અને આશા કરવા માં આવી રહી છે કે ખુબ જ જલ્દી એમના માટે પણ વેક્સિન આવી જશે, જેના પછી બાળકો ને પણ એક સારા માં સારૂ સુરક્ષા કવચ મળી જશે. ચાલો વિશેષજ્ઞ પાસે થી જાણીએ કે બાળકો માં કોરોના નાં ક્યા ક્યા લક્ષણો આવે છે, એમની ઈમ્યુનિટી વધારવા માટે શું કરવું અને સાથે જ કોરોના સાથે જોડાયેલ અન્ય સવાલ પણ!

બાળકો માં કોરોના નાં ક્યા ક્યા લક્ષણ આવે છે? પટના સ્થિત એઈમ્સ ના ડો.સંજીવ કુમાર કહે છે, ‘ બાળકો માં પણ કોરોના નાં લક્ષણ એવા જ છે, જેવા મોટા માં આવે છે. આમાં બાળકો ને તાવ આવવો, સુસ્તી, રમવા થી થાક લાગવો તો કેટલીક વાર ઉધરસ પણ આવે છે. આ સિવાય ડાયરિયા જેવા લક્ષણ પણ હોય શકે છે. પણ બાળકો ની રોગ પ્રતિકારક ક્ષમતા ઘણી સારી હોય છે, આથી તે જલ્દી રિકવર થઈ જાય છે.

બાળકો ની ઈમ્યુનિટી વધારવા માટે શું કરવું? ડો.સંજીવ કુમાર કહે છે ‘કેટલાય લોકો કોરોના ના સમય માં બાળકો ને બિનજરૂરી અલગ અલગ પ્રકાર ની દવાઓ, વિટામીન અને પ્રોટીન નાં નામ પર પીવડાવવા લાગે છે. આવું ન કરો, આ તેમની માટે નુક્સાનકારક હોઈ શકે છે. હા, કેટલાક બાળકોનો ગ્રોથ ઉંમર ના મુકાબલે બરાબર થતો નથી તો ડોક્ટર તેમને કેટલીક આવી દવાઓ આપે છે. આથી હંમેશા બાળકો ને કોઈ પણ દવા ડોક્ટરની સલાહ પર જ આપો. ઘરમાં તેને તાજો ખોરાક, દૂધ, દહી, પ્રોટીન વાળું જમવાનું આપો. બાળકો ને બહાર ન મોકલો, માસ્ક પહેરવાની આદત રખાવો.’

બાળકો માં વેક્સિન ટ્રાયલ ની શું સ્થિતિ છે? ડો. સંજીવ કુમાર કહે છે ‘ હજી સુધી બાળકો પર વેક્સિન નું ટ્રાયલ થયું ન હતુ આથી જ એમને લગાવવા માં આવતી ન હતી. હવે દેશનાં કેટલાંક શહેરો માં ૨-૧૮ વર્ષ નાં બાળકો પર વેક્સીન નું ટ્રાયલ શરૂ થયું છે. પટના એઈમ્સ માં અત્યારે પહેલી વાર માં ૧૨-૧૮ વર્ષનાં ૨૭ બાળકો પર ટ્રાયલ થયું છે. આના થી કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. હવે આગલા મંગળવારે ૨-૬ વર્ષ નાં બાળકો પર પણ ટ્રાયલ થશે. જો પરિણામ સારા આવશે તો ભારત જલ્દી જ બાળકો ને વેક્સિન આપવી શરૂ કરી દેશે.

પહેલા ડોઝ પછી મલેરિયા થઈ ગયો, શું બીજો ડોઝ અત્યારે લેવો જરૂરી છે? ડો.સંજીવ કુમાર કહે છે કે’ વેક્સિન ના પહેલા ડોઝ બાદ ૨૮ થી ૪૨ દિવસ ની અંદર બીજો ડોઝ લઈ શકીએ. જો તાવ છે કે કમજોરી છે, તો જ્યારે સારું થઈ જાય ત્યારે વેક્સિન લો.’

વેક્સિન લગાવ્યા પછી શું એક્સરસાઈઝ અને રનિંગ કરી શકીએ? ડો.સંજીવ કુમાર કહે છે કે’ જી હા, વેક્સિન લગાવ્યા પછી તમે સામાન્ય જીવન જીવી શકો છો. વેક્સિન લગાવી હોય એ દિવસે પણ અને એ પછી નાં દિવસે પણ એક્સરસાઈઝ અને પોતાનું કામ કરી શકો છો, કોઈ વાંધો નથી’

પોસ્ટ કોવિડ માં બ્લડ ક્લોટિંગ ના બનાવો પણ આવી રહ્યા છે, આને કેવી રીતે દૂર કરીએ? ડો.સંજીવ કુમાર કહે છે કે, ‘કોવિડ બે પ્રકારની સમસ્યા શરીર માં પેદા કરે છે. એક ફેફ્સા માં સંક્રમણ થી શ્વાસ લેવાની બિમારી અને બીજી લોહી ની ગાંઠો બનાવવાની. જો શરીર માં બ્લડ ની ગાંઠો જામી જશે તો એ અંગ માં લોહી ની સપ્લાઈ બંધ થઈ જશે. આના લીધે તે અંગ સુધી ઓક્સિજન પણ નહી પહોચે. આ રીતે કેટલીક વાર ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

જેમ કે ફેફ્સામાં લોહી ની ગાંઠો જામી જાય તો પૂરા શરીર માં ઓક્સિજન ની સપ્લાઈ બંધ થઈ જાય છે. કેટલીક વાર હાર્ટ સુધી લોહી પહોચી શકતું નથી તો હાર્ટ એટેક જેવી સમસ્યા આવી જાય છે. આ સમસ્યા ને રોકવા માટે એક એસઓપી કાઢવા માં આવી હતી કે કોરોના નાં દરેક દર્દી ના લોહી મા ગાઠો ન બને તેની દવા શરૂ થી જ દેવી. પણ એ ફક્ત ડોક્ટર જ આપશે. જો પોસ્ટ કોવિડ માં હોવ તો હળવી કસરત કરતા રહો.

કોરોના ની ત્રીજી લહેર ન આવે, એના માટે શું કરીએ? ડો.સંજીવ કુમાર કહે છે કે, ‘ત્રીજી લહેર ને આવવાથી રોકવા માટે તેમજ તેના કરતા પણ આગળ નાં સમય માટે, વેક્સિન લગાવ્યા પછી, કોવિડ થી સાજા થયા બાદ પણ એક જ મૂલમંત્ર છે- કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર ( કોરોના થી બચવાનાં ઉપાય જેમ કે માસ્ક પહેરવું, સુરક્ષિત શારીરિક અંતર રાખવું, હાથ ધોવા વગેરે) નું પાલન. પહેલી લહેર બાદ જે પણ લાપરવાહી કરી હતી, તેમાં થી સીખ લો. તે ભુલો ને બીજી વાર ન કરો.’

[quads id=1]

Related Articles

Back to top button