અમદાવાદસમાચાર

બાળકો સાચવવા માટે આયા રાખવા વાળા માટે લાલબત્તી સમાન કિસ્સો, આ કહાની સાંભળીને તમે ચોંકી જશો

આજની આધુનિકરણની જીવન શૈલીમાં પતિ પત્ની બંને નોકરી કરતાં હોય છે. સ્વતંત્ર વિચાર ધરાવતી મહિલા કુટુંબ સાથે વધુ સમય રહેવાનું પસંદ નથી કરતી. તેથી તે લગ્ન પછી પતિ સાથે શહેરમાં રહે છે, તો ક્યાંક ગામડામાં રહેતા માતા પિતાને શહેરમાં આવવું ગમતું નથી. આથી પતિ પત્ની એકલા જ શહેરમાં રહે છે અને બાળક આવતા તેને સાચવવા માટે કોઈ આયા પણ રાખે છે.

બાળકને સાચવવા માટે રાખેલ એક આયાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જે સાંભળ્યા બાદ કોઈપણ વ્યક્તિના હોશ ઊડી જશે કે શું આવું પણ થઈ શકે? આ ઘટના અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદ શહેરમાં આવેલ ચાંદખેડાના વિસ્તારમાં રહેતા દંપતિએ જોબ કરતાં હોવાથી દીકરીને સાચવવાનો સમય ન મળતા પોતાની દીકરીની દેખરેખ માટે આયા રાખી હતી, આ આયા જ દીકરીનું ધ્યાન રાખતી હતી.

દંપતી એ ઓનલાઈન એજન્સી દ્વારા આયા મળી હતી. જેનું નામ ઇન્દુ હતું. આ દંપતિ પોતાની દીકરીને સાચવવા માટે મહિને 18 હજાર આપતા હતા. શરૂઆતના સમયમાં ઇંદુ બાળકીને બહુ જ સારી રીતે રાખતી હતી, પરંતુ તેના મગજમાં અલગ વિચાર ચાલતા હતા. ઈન્દુએ બાળકી સાથે ફોટા લીધા હતા.

બાળકીના પિતા પર એક દિવસ અધિકારીનો ફોન આવ્યો અને પૂછયું કે શું “તમે તમારી દીકરી માટે આયા રાખી છે? તેનું નામ ઇન્દુ છે?” તેમણે ફોન પર એ પણ માહિતી આપી કે તમારી દીકરીનું નામ માહી છે જે તમારી દીકરીને વેચવા માંગે છે અને તેનો ફોટો દેશના બધા હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલ ગેંગ પાસે છે. આટલી માહિતી મળ્યા બાદ દીકરીના પિતા ગભરાઈ ગયા અને તરત જ ઇન્દુને ફોન કરી પૂછ્યું કે દીકરી ક્યાં છે? ત્યારે કહ્યું કે બંને ઘરે જ છે.

ઈન્દુનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બંગાળી દંપતિએ દીકરીના ફોટા માંગ્યા પછી દીકરીની જન્મ તારીખ પૂછતા કોઇ જવાબ ન મળતા બંગાળી દંપતિને શક થતાં તેમણે ગુજરાતમાં અમદાવાદ પોલીસને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ઈન્દુએ પોતે ગરીબ હોવાથી દીકરીનુ ભરણ પોષણ ન કરી શકવાથી તે બાળકને દત્તક આપવા માંગતી હતી.

[quads id=1]

Related Articles

Back to top button