બગદાણા મંદિરમાં દરરોજ આવી રીતે બનાવવામાં આવે છે હજારો લોકોની રસોઈ, જોઈ લો રસોડાના ખાસ તસવીરો….
સમગ્ર દુનિયામાં “બાપા સીતારામ”નું નામ ફેલાવનાર સંત બજરંગદાસબાપા ના કર્મ સ્થાન બગદાણા ખાતે હાલમાં બાપાની 14મી પુણ્યતિથી ઉજવવામાં આવી હતી. આમ તો બગદાણા ખાતે ભક્તોનો પ્રવાહ ચાલુ રહે છે પંરતુ આ બે દિવસ અહીં લોકોની ભીડમાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે બાપાની પુણ્યતિથિ પોષ વદ ૪ના દિવસે ઉજવવામાં આવે છે.
હાલમાં થોડાક સમય પહેલા એટલે કે 14 જાન્યુઆરી એ બાપાની પુણ્યતિથિ નિમિત્તે લાખો લોકો બાપાના સ્થાન બગદાણા ખાતે પહોંચી આવ્યા હતા. અહીં તેમની સેવા માટે દસ હજાર સ્વયં સેવકો ખડેપગે હતા. જેના લીધે કાર્યક્રમ માં કોઈ અછત રહી નહોતી.
બગદાણામાં બાપાની પુણ્ય તિથિ નિમિત્તે 1200 કિલો લાડવા, 1200 કિલો શાક, 5500 કિલો શાક, 5500 કિલો ગાંઠિયા, 3700 કિલો દાળ, 7400 કિલો ભાત અને 11000 કિલો રોટલી બનાવવામાં આવ્યા હતા. આ સિવાય ભક્તોને પરંપરાગત રીતે નીચે બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું હતું.
અહીં ગુરૂઆશ્રમ ખાતે સવારે 14મી જાન્યુઆરીએ સવારે વહેલા 5 વાગે આરતીથી પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ધ્વજારોહણ અને ગુરૂપૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. પછી દસ વાગે સમગ્ર શહેરમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી. જે સમગ્ર બગદાણા શહેરમાં ફરી હતી.
તમને જણાવી દઈએ કે આ લાખો લોકો આવવા છતાં અહીં સહેજ પણ અગવડતાનો સામનો કરવો પડ્યો નહોતો. સ્વયં સેવકો દ્વારા દરેક જગ્યાએ સારી રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. અહી ભક્તોના રહેવા, જમવા અને ભોજનની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી.