યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, ગુસ્સે ભરાયેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાને ‘આતંકવાદી દેશ’ ગણાવ્યો
યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, ગુસ્સે ભરાયેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાને 'આતંકવાદી દેશ' ગણાવ્યો
રશિયન સૈન્યએ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (એનપીપી) ની આજુબાજુના વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે. રશિયન સેના અહીં ચારે બાજુથી ગોળીબાર કરી રહ્યું છે. આ ઘટના બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયાને ‘પરમાણુ આતંકવાદ’ ગણાવ્યો છે. ઝેલેન્સકીએ મોસ્કો પર ‘પરમાણુ આતંક’ નો આશરો લેવાનો અને ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટનાના પુનરાવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.
ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, “રશિયા સિવાય કોઈ પણ દેશે ક્યારેય ન્યુકિલયર પાવર પ્લાન્ટ પર ગોળીબાર કર્યો નથી. આ માનવજાતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે. ‘આતંકવાદી દેશ’ એ હવે પરમાણુ આતંકવાદનો આશરો લેવાનું શરૂ કરી દીધું છે.”
યુક્રેનમાં પરમાણુ પ્લાન્ટમાં ગોળીબારની ઘટના બાદ બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ અંગે ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ ગંભીર ખતરાની ચેતવણી આપી છે. તેની સાથે IAEA એ જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ વિશે યુક્રેનિયન અધિકારીઓના સંપર્કમાં છીએ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (NPP) પર ગોળીબારના અહેવાલોથી પણ વાકેફ છીએ.
તમને જણાવી દેઈ કે, રશિયા અને અમેરિકાની પાસે કુલ મળીને અણુશસ્ત્રોના 90 ટકાથી વધુ ભાગ રહેલો છે. બંનેની પાસે પોતાના પરમાણુ હથીયાર, મિસાઇલ અને વિમાનનું વિતરણ પ્રણાલી અને ઉત્પાદન સુવિધાઓને બદલવા અને આધુનિક બનાવવા માટે મોંઘા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. બંને દેશોએ તેમાંથી લગભગ 2000 ને હાઇ ઓપરેશનલ એલર્ટની સ્થિતિમાં રાખ્યા છે.