વ્યવસાય

એટીએમ માંથી પૈસા કાઢવા પર દેવો પડશે વધારે ચાર્જ, જાણો શું છે નવો નિયમ અને ક્યારથી લાગૂ થશે. 

ગ્રાહકો ને હવે એટીએમ માંથી કેશ કાઢવાં પર પહેલા કરતાં વધારે પૈસા ચૂકવવાં પડશે. લગભગ ૯ વર્ષ પછી આ ચાર્જિઝ માં વધારો કરવા માં આવ્યો છે. આવનારા વર્ષ થી નવા ચાર્જ લાગુ થશે. એટીએમ માંથી કેશ કાઢવા વાળા ગ્રાહકો ને મોટો જટકો લાગ્યો છે. એટીએમ માંથી કેશ કાઢવા માટે પહેલે થી જ ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્જે્ક્શન દેવા પડતા હતા. હવે આ રકમ વધી ને ૨૧ રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન થઈ ગઈ છે. જો કે આ ચાર્જ ફક્ત એ જ ગ્રાહકો એ આપવો પડશે , જે દર મહિનાની નક્કી કરેલી લિમિટ થી વધું વાર કેશ કાઢે છે. ભારતીય રિઝર્વ બેંકે બધી જ બેંકો ને એટીએમ વિડ્રોલ ચાર્જ વધારવાની પરવાનગી આપી દિધી છે.

આરબીઆઈ ની તરફ થી આપવા માં આવેલી માહિતી માં જણાવવાં માં આવ્યું છે કે બેંકો ને ઈન્ટર ચેંજ ફી વધારે આપવી પડી રહી છે. એવા માં એમને કસ્ટમર ચાર્જ વધારી ને ૨૧ રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન કરવાની પરવાનગી આપવા માં આવી છે. બેંક આ ચાર્જ ૦૧ જાન્યુઆરી ૨૦૨૨ થી વસૂલી શકશે.

જો કે, એટીએમ કેશ વિડ્રોલ પર હજુ પણ પ્રતિ મહિના પાંચ વાર ટ્રાન્જેક્શન કરવાની લિમિટ ચાલું જ રહેશે. જેમાં દરેક પ્રકાર નાં ફાઈનાન્શિયલ અને નોન ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન નો સમાવેશ થાય છે. ગ્રાહક ને બીજી બેંક નાં એટીએમ માંથી મેટ્રો શહેર માં ૩ વાર અને નોન મેટ્રો શહેર માં ૫ વાર કેશ કાઢવાની લિમિટ ચાલુ જ રહેશે. આરબીઆઈ એ કહ્યુ કે બેંકો નો નવા એટીએમ લગાવવાનો અને જુના એટીએમ ના મેઈન્ટેનન્સ નો ખર્ચો વધી ગયો છે.

આની સિવાય પણ બેંકોને એટીએમ ટ્રાન્જેક્શન પર લાગતા ચાર્જ ને ૧૫ રૂપિયા થી વધારી દઈ ૧૭ રૂપિયા કરી દેવા માં આવ્યાે છે. આ ચાર્જ ફાઈનાન્શિયલ ટ્રાનજેક્શન માટે નાં છે. નોન ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે આ ચાર્જ ૫ રૂપિયા હતાે જેને વધારી ને ૬ રૂપિયા કરી દેવા માં આવ્યાે છે.

આરબીઆઈ એ જૂન ૨૦૧૯ માં ઈન્ડિયન બેંક એસોસિએશન ના ચેરમેન વી.જી. કન્નત ની આગેવાની માં એક કમિટી બનાવી હતી કે જેથી એટીએમ ચાર્જ નો રિવ્યુ કરી શકાય. કમિટી એ આ સિફારિશ ને જુલાઈ ૨૦૨૦ માં સામે મુકી. કમિટી એ એટીએમ ચાર્જ ને માટે આબાદી ને જ મેટ્રિક ના રૂપે માનવાની સિફારિશ કરી હતી.

તમને જણાવીએ કે આ પહેલા છેલ્લી વાર એટીએમ ટ્રાન્જેક્શન માટે નાં ઈન્ટરચેંજ ફી સ્ટ્રક્ચર માં ફેરફાર ઓગસ્ટ ૨૦૧૨ ના દરમિયાન કરવા માં આવ્યો હતો . જો કે ગ્રાહકો દ્વારા દેવા માં આવતા ચાર્જ ઓગસ્ટ ૨૦૧૪ થી લાગુ થયો હતો. ત્યાર પછી આ પ્રકાર નાં ચાર્જ માં કોઈ ફેરફેર કરવા માં આવ્યા ન હતા.

[quads id=1]

Related Articles

Back to top button