આપણે ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ. નાની ઉંમરના બાળકો જીવનમાં ઘણી સફળતા મેળવતા હોય છે. નાની ઉંમરમાં જવાબદારી આવતા કમાવવા લાગતા હોય છે. રાજસ્થાનના એક નાના ગામ નો આ કિસ્સો છે. આ ગામમાં હિમાંશુ યાદવ નામનો છોકરો રહેતો હતો. હિમાંશુ યાદવની ઉંમર ચૌદ વર્ષની હતી. જયારે હિમાંશુ સાત વર્ષનો હતો ત્યારે તેના પિતાનું કોઈ કારણોસર મુત્યુ થયું હતું.
હિમાંશુનાં પિતાનું જયારે મુત્યુ થયું ત્યારે તેના ઘરે જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું વાતાવરણ થઇ ગયું હતું. અને હિમાંશુનાં દાદાની ઉંમર સીતેર વર્ષ થઇ ગઈ હતી. તો હિમાંશુનાં ઘરે કોઈ કમાવાવાળું કોઈ ન હતું. એટલે બધી જવાબદારી હિમાંશુ પર આવી હતી.
હિમાંશુનાં કામમાં તેની માતા અને દાદી પણ મદદ કરતા હતા. હિમાંશુની ઉંમર ધીરે ધીરે વધવા લાગી એટલે એક દિવસ હિમાંશુનાં મગજમા એક વિચાર આવ્યો અને તેને તેના ઘરના લોકોને જણાવ્યું કે આપણે ડુંગળીની ખેતી કરીએ તો તેના પરિવારવાળા લોકો પણ તૈયાર થઇ ગયા.
થોડા સમયમાં ખેતરોમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. અને હિમાંશુને સારા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરીને તેની ડુંગળીની ખેતી ૬૦ દિવસમાં તૈયાર થઇ ગઈ અને તેરલાખ થી પણ વધારે હિમાંશુ એ ડુંગળી નું વેચાણ કર્યું હતું.
આ પછી હિમાંશુનું જીવન એકદમ તેજીથી વિકાસ કરવા લાગ્યું અને હિમાંશુનાં સપના પણ ઊંચા થવા લાગ્યા અને હિમાંશુ એ થોડા સમયમાં તો એક ટ્રેકટર અને ખેતરમાં જવા માટે સ્કૂટી પણ ખરીદી લીધી હતી. આથી આજે આટલી નાની ઉંમરમાં જે કામ કરી બતાવ્યું એ ગર્વની વાત છે. જો બધા ખેડૂતો આવી રીતે ખેતી કરે તો ખુબ સારી સફળતા મળતી હોય છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…