દેશ

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું અટલ ટનલનું નામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું રાષ્ટ્રને સમર્પિત

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું અટલ ટનલનું નામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું રાષ્ટ્રને સમર્પિત

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં અટલ ટનલને સત્તાવાર રીતે ‘10,000 ફૂટથી વધુની ઊંચાઈએ સૌથી લાંબી હાઇવે ટનલ’ તરીકે માન્યતા આપવામાં આવી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (DGBR) લેફ્ટિનેટ જનરલ રાજીવ ચૌધરીએ મનાલીને લાહૌલ-સ્પીતિ ખીણ સાથે જોડતા આ ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગના નિર્માણમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ની શાનદાર સિદ્ધિ બદલ એવોર્ડ પ્રાપ્ત કર્યો. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ યુકે એ એક એવી સંસ્થા છે જે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર સાથે દુનિયાભરના અસાધારણ રેકોર્ડ્સને સૂચિબદ્ધ તથા સત્યાપિત કરે છે.

3 ઓક્ટોબર, 2020 ના રોજ થયું હતું ઉદ્ઘાટન:

દૂરદર્શી પરિયોજના અને રાષ્ટ્રનું ગૌરવ અટલ ટનલ 3 ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. વ્યૂહાત્મક રીતે 9.02 કિમી લાંબી અટલ ટનલ ‘રોહતાંગ દરે’ માંથી પસાર થાય છે, તેનું નિર્માણ મનાલી-લેહ રાજ્યમાર્ગ પર અત્યંત કઠિન વિસ્તારમાં ઠંડીના તાપમાનની પડકારજનક પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યું હતું.

આ ટનલના નિર્માણ પહેલા સુધી, આ રાજ્યમાર્ગ લાહૌલ અને સ્પીતિને મુખ્ય ભૂમિથી અલગ કરતા શિયાળાની ઋતુમાં છ મહિના સુધી બંધ રહેતો હતો. અટલ ટનલના નિર્માણથી મનાલી-સરચુ રોડ પર 46 કિમીનું અંતર અને મુસાફરીનો સમય ચારથી પાંચ કલાક ઘટાડો આવ્યો છે, જેનાથી મનાલી-લેહ રાજ્યમાર્ગ પર બધા હવામાનમાં જોડાણ પ્રદાન થઇ ગયું છે.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું અટલ ટનલનું નામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું રાષ્ટ્રને સમર્પિત

ખૂબ જ ઉપયોગી સાબિત થઈ આ ટનલ:

સીમા સડક સંગઠન ને તેના સૂત્ર વાક્ય ‘કનેક્ટિંગ પ્લેસ કનેક્ટિંગ પીપલ’ના પ્રમાણે અટલ ટનલ, રોહતાંગ ખાતે આધુનિક એન્જિનિયરિંગની આ ચમત્કારિક નિર્માણ કર્યું છે. આ ટનલ દેશના નિર્ણાયક લદ્દાખ પ્રદેશને એક વૈકલ્પિક લિંક માર્ગ પ્રદાન કરીને સશસ્ત્ર દળોને વ્યૂહાત્મક લાભ આપવા ઉપરાંત, હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના રહેવાસીઓ માટે પણ એક વરદાન બની રહી છે.

અટલ ટનલના નિર્માણ સાથે, આ વિસ્તારમાં પ્રવાસીઓના આગમનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. એક વર્ષથી ઓછા સમયમાં, ખીણ અને રાજ્યે સામાજિક-આર્થિક ક્ષેત્રે ઝડપી વિકાસ જોયો છે.

[quads id=1]

Related Articles

Back to top button