ગુજરાતસૌરાષ્ટ્ર - કચ્છ

ગુજરાતમાં ધીમ-ધીમે ધારે વરસાદની એન્ટ્રી

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીનો માર સહન કરી રહ્યા છે. તેમ છતાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેમકે વરસાદની એન્ટ્રી ડાંગ જીલ્લામાં થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ કરવામાં આવેલ આગાહી અનુસાર ડાંગ જિલ્લાઅ આજે વરસાદ વરસ્યો છે. તેની સાથે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે સાપુતારાની તળેટીમાં આવેલ ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

તેની સાથે અમરેલી શહેર અને જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. અમરેલી શહેર તેમજ વડેરા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. વરસાદના લીધે વાતાવરણ ઠંડક પ્રસરી છે. કુંકાવાવ અમરેલી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. તેની સાથે અમરાપુર,મોટા આંકડીયામાં પણ વરસાદી માહોલ રહેલો છે. આ સિવાય મોટા આકડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ સિવાય મોરબીના વાંકાનેર શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેની સાથે મોરબીના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદના લીધે વાંકાનેર શહેરમાં ઠંકડ પ્રસરી ગઈ છે. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે.

 

[quads id=1]

Related Articles

Back to top button