હિઝબુલ-મુજાહિદ્દીનના આઠ આતંકવાદીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કરાયો, જાણો શું છે સમગ્ર મામલો….
દિલ્હીની એક કોર્ટ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગાવાદી પ્રવૃત્તિઓ માટે ધિરાણ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં હિઝબુલ મુજાહિદ્દીનના કથિત આઠ આતંકવાદીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.
એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જાહેર કરવામાં આવેલ અરજી પર ગુલામ નબી ખાન, ઉમર ફારૂક શેરા, મંજૂર અહેમદ ડાર, ઝફર હુસૈન ભટ, નઝીર અહેમદ ડાર, અબ્દુલ મજીદ સોફી, મુબારક શાહ અને મોહમ્મદ યુસુફ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યો છે.
કોર્ટે ED તરફથી હાજર રહેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિતેશ રાણાની રજૂઆતની નોંધ લીધા બાદ આ આરોપીઓને 2013 માં જ ભગોડા અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા.
જજ દ્વારા ગત 7 ફેબ્રુઆરીના જાહેર કરેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, આ રીતે તે વાત પર વિશ્વાસ કરવાનો પુરતો આધાર છે કે, આ આરોપી સમન્સનો જવાબ આપશે નહીં. તમામ આરોપી સામે સુનાવણીની આગામી તારીખ માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે.
કોર્ટે ED ને આરોપી મોહમ્મદ શફી શાહ અને આરોપી મુસ્તાક અહેમદ લોન, મુઝફ્ફર અહેમદ ડાર અને તાલિબ લાલી તરફથી હાજર રહેલા વકીલને ચાર્જશીટની નકલો ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે મુઝફ્ફર અહેમદ ડારની તે ફરિયાદ પર જેલ અધિકારીઓથી 15 દિવસની અંદર જવાબ માંગ્યો છે, જેમાં તેમને જણાવ્યું છે કે, તેમને (ડારને) સંબંધિત અધિકારીઓ દ્વારા તેમના પરિવાના સભ્યોથી ઈ-મીટીંગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોર્ટ આ બાબતમાં આગામી સુનાવણી 30 માર્ચના કરશે.