બોલિવૂડમનોરંજન

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં 4 આરોપીઓની ધરપકડ, કાસ્ટિંગ ડાયરેક્ટર પણ સામેલ

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી છે. હવે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી દ્વારા આ વિશેમાં જાણકારી આપવામાં આવી છે. આ મામલામાં સોમવારના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં કાસ્ટિંગ ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ તમામની વર્સોવા અને બોરીવલી વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ગયા વર્ષે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

રાજ કુન્દ્રાના જેલમાંથી છૂટ્યાના ચાર મહિના બાદ હવે આ કેસ સાથે જોડાયેલા વધુ 4 લોકોની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક નામી ચેનલના રિપોર્ટ મુજબ, ધરપકડ કરાયેલા ચારમાંથી 3 આરોપીઓ પર વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન અભિનેત્રી સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. તેમાં કાસ્ટિંગ ડાયરેક્ટર પણ સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાએ તેમની ધરપકડ પર એક નિવેદન જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે, ‘ઘણું વિચાર બાદ મને લાગે છે કે, તમામ ખોટા અને બેજવાબદાર નિવેદનો અને ઘણા આર્ટિકલ્સ પર મારા મૌનને નબળાઈ માનવામાં આવી રહી છે. હું કહેવા ઈચ્છું છું કે, મે મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફી વીડિયો પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ રહ્યો નથી.

રાજ કુન્દ્રાએ વધુમાં જણાવ્યું છે કે, તે આ બાબતમાં વધુ ખુલાસો કરી શકતા નથી કારણ કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમને એમ પણ કહ્યું કે, તેમનો મીડિયા ટ્રાયલ કરવામાં આવ્યો છે.

રાજ કુન્દ્રાની મુંબઈ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે તે એડલ્ટ ફિલ્મોના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ હતા.

[quads id=1]

Related Articles

Back to top button