બોલિવૂડમનોરંજન

ફરીથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે, તસ્વીરો થઈ વાયરલ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણા વર્ષો બાદ ફરીથી સ્ક્રીન પર વાપસી કરવા માટે જઈ રહ્યા છે. અભિનેત્રી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળવાની છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રી તેના નવા પ્રોજેક્ટને લઇને ચર્ચામાં આવી ગઈ છે અને આ પ્રોજેક્ટમાં અનુષ્કા સાથે બીજું કોઇ નથી પરંતુ તેમના પતિ વિરાટ કોહલી પણ જોવા મળવાના છે તેના લીધે આ ફિલ્મને લઈને લોકોમાં આતુરતા જોવા મળી રહી છે.

વિરાટ અને અનુષ્કાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસ્વીરોમાં વિરાટ કોહલી માથા પર પાઘડી બાંધેલા જોવા મળી રહ્યા છે. જ્યારે અનુષ્કા શર્મા પિંક કલરના સૂટ સલવારમાં જોવા મળી છે. તે દરમિયાન તેમના વાળ ખુલ્લા છે અને આ સિવાય માસ્ક પણ પહેર્યું છે. જયારે વિરાટ કોહલી સફેદ રંગના શર્ટમાં જોવા મળ્યા છે અને તેના માથા પર વાદળી રંગની પાઘડી જોવા મળી રહી છે.

આ સિવાય મોબાઈલ પર વાત કરતા પણ જોવા મળી રહ્યા છે. તેમનો આ લુક ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બંનેને એકસાથે જોઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ‘વીરુષ્કા’ ટૂંક જ સમયમાં એક એડમાં જોવા મળી શકે છે. તેમ છતાં આ જાહેરાત કેવા પ્રકારની હશે તે હજુ સુધી સામે આવ્યું નથી.

તેની સાથે અનુષ્કા શર્માની વાત કરીએ તો તે લાંબા સમયથી સ્ક્રીનથી દૂર રહેલી હતી. તે છેલ્લી વખત 2018 માં ‘ઝીરો’ માં જોવા મળી હતી આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા. જયારે તેને ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકડા એક્સપ્રેસ’ માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. તેમની ટ્રેનિંગની કેટલીક તસ્વીરો પણ સામે આવી છે. તેનું નિર્દેશન પ્રોસિત રોય દ્વારા કરવામાં આવી રહ્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button