ક્રાઇમગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં આવ્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો

કિશન ભરવાડ હત્યા કેસમાં આવ્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો

રાજયમાં થોડા ઘણા સમયથી કિશન ભરવાડ હત્યા કેસનો મામલો ઘણો ચર્ચામાં આવી રહ્યો છે, જેને લઈને ઘણા સંગઠનોએ આ હત્યાનો વિરોધ કર્યો છે, જેન કાઇને હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધંધુકામાં થયેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની એન્ટ્રી બાદ એક પછી એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. આજે વધુ એક મોટો ખુલાસો થયો છે. જે આજે કિશન ભરવાડ હત્યાના કેસમાં મૌલાના કમરગનીની બેન્ક ડિટેઈલ સામે આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં બેન્ક એકાઉન્ટમાં 11 લાખ રૂપિયાના વ્યવહાર મળ્યાં છે. આ ઉપરાંત તહેરિક-એ-ફરોગે સંગઠનના ખાતામાંથી વ્યવહાર કરવામાં આવ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે.

જો કે આ મૌલાનાના પર્સનલ એકાઉન્ટ અંગે હજુ તપાસ કરવાની બાકી છે. જે હવે કમરગનીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત ATS વધુ રિમાન્ડ પણ માગણી કરશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના ધંધુકામાં માલધારી સમાજના યુવકની ફાયરીંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને સમગ્ર ધંધુકા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયેલો છે. જે અમદાવાદના ધધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો હાલમાં ઘણો ઉગ્ર બની રહ્યો છે. જો કે આ મામલે ગુજરાત ats દિલ્હીના મૌલાના કમલ ગની ઉષ્માનીની ધરપકડ કરી લેવામાં આવી છે. જેને Ats કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે.

હાલમાં કિશન ભરવાડ હત્યા કેસને લઈને સોશ્યિલ મીડિયા પર પણ લોકો દ્વારા ભારે રોષ ફેલાયો છે. ત્યારે પોલીસે કટ્ટરવાદી સંગઠન અને સોશ્યિલ મીડિયા ને લઈને તપાસ કરી રહી છે. આ મામલે તપાસમાં ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાયેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button