ભાજપના વધુ એક કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી
ભાજપના વધુ એક કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા પક્ષ પલ્ટો શરૂ થઇ ગયો છે. ત્યારે હવે વિરોધ પક્ષને માનીને કાર્યકર્તાઓ આપમાં જોડાય રહ્યા છે. હાલમાં જ ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. ત્યારે હાલમાં વધુ એક ભાજપના કાર્યકર્તા આપમાં જોડાયા છે. ભાજપના કાર્યકર્તા રૂપે સક્રિય રહેલા પ્રતાપસિંહ સીસોદીયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઈટાલિયા એ પ્રતાપસિંહ સીસોદીયા ને ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું. ત્યારે અંગે ગોપાલ ઇટાલિયાએ મીડિયા ને સંબોધતા જણાવ્યું છે કે, ગુજરાતની આમ જનતા સાથે સાથે બીજી પાર્ટીના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
’આપ’ એ ગુજરાત માટે સર્વશ્રેષ્ટ વિકલ્પ બની ગઈ છે. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી તેનું પ્રમાણ દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા ગુજરાત ના લોકો જ છે. ત્યારે આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે. ગુજરાતની આમ જનતા સાથે સાથે બીજી પાર્ટીના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
ગોપાલ ઇટાલિયા એ સહર્ષતા સાથે આગળ જણાવ્યું કે, ભાજપ સરકાર માં 7 વર્ષ સુધી કાર્યકર્તા રૂપે સક્રિય રહેલા પ્રતાપસિંહ સીસોદીયા જે હાલમાં રાજનીતિક દલ જનસેવા ડ્રાઈવર પાર્ટી માંથી બાપુનગર વિધાનસભા ના પ્રભારી પદ પર છે. તે હવે જનકલ્યાણના કાર્યોમાં વધુ યોગદાન આપવા માટે આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી માં જોડાતા પ્રતાપસિંહ સીસોદીયાએ જણાવ્યું હતું કે, તે અરવિંદ કેજરીવાલ ના જનહિત માટે કરેલા કર્યો થી ઘણા પ્રભાવિત થયા છે, આજ સુધી આમ આદમી પાર્ટી એ દિલ્હી માં જેટલા પણ વાયદા કર્યા છે તે તેમને પુરા કરી બતાવ્યા છે અને પંજાબમાં પણ સરકાર બનતા જ પરિવર્તન માટે ક્રાંતિકારી પગલાં લેવામાં આવી રહ્યા છે. અને હવે ગુજરાતનો વારો આવ્યો છે. ગુજરાતની જનતા પણ હવે જુમલા બાજ સરકાર થી ત્રાસી ગઈ છે. સુશાસન સ્થાપિત કરવા ગુજરાતની જનતા પણ હવે કટિબદ્ધ છે. એટલે હું આનંદ અનુભવું છું કે હું એ પાર્ટી સાથે જોડાયો છું જે લોકોનું કામ કરવા કટિબદ્ધ છે. હવે ગુજરાતમાં જે સરકાર બનશે એ આમ આદમી પાર્ટી ની જ સરકાર બનશે.