પ્રેરણાત્મક

કોરોના ને ધ્યાન માં રાખી ને જુઓ આમણે કઈ રીતે કર્યા અનોખા લગ્ન: વાંચો સમગ્ર લેખ

કોરોના ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. દર્દીઓ માટે ઓક્સિજન અને બેડ ની અછત થઇ રહી છે, દરરોજ લાખો લોકો કોરોનાનો કોળિયો બની રહ્યો છે આથી સરકારે લગ્ન, ધાર્મિક, સામૂહિક પ્રસંગો પર આંશિક પ્રતિબંધો લગાવી ને મર્યાદિત લોકોને શામેલ થવાનું કહેવામાં આવ્યું છે. મહામારી ના સમય માં પ્રસંગો ની રીતમાં બદલાવ કરવા માટે લોકોને મજબૂર થવું પડ્યું છે.આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. બિહાર રાજ્યના બેગૂસરાયમાં કોરોના મહામારી દરમિયાન થયેલા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. ઉલ્લેખનીય છે કે આ લગ્નમાં દુલ્હા-દુલ્હને નિયમો નુંપાલન કરતા દંડાના સહારે એકબીજાને વરમાળા પહેરાવી હતી.

બધી બાજુ આ લગ્ન વિષે ચર્ચાઓ થઈ રહી છે. મહામરી ના આ સમય માં લોકો ને સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક પહેરવાની ગાઈડલાઇન આપવામાં આવી છે. એ વચ્હે આ રીતેના લગ્ન કરીને લોકોને એક નવો દાખલો પૂરો પડ્યો છે. વરરાજાએ કહ્યું હતું કે આ રીતે કરેલ લગ્ન તેના માટે યાદગાર રહેશે, ખાસ કરીને દંડાની મદદથી વરમાળા પહેરાવવાની પધ્ધતિ હંમેશા યાદ રહેશે. પરિવારજનોના જણાવ્યા મુજબ કોવિડ ગાઈડલાઇન પ્રમાણે આ લગ્નમાં 50થી ઓછા લોકો હાજર રહ્યા હતા.

વર-વધુએ એકબીજા વચ્ચે એટલું સોશિયલ ડિસ્ટન્સિગ રાખ્યું હતું કે તેઓ એકબીજાને વરમાળા દંડાના સહારે પહેરાવી શકે. લગ્નમાં આવેલ સ્વજનો લોકો વર-વધુ ની આા રીત ના વખાણ કરી રહ્યા છે. આ અનોખા લગ્ન તેઘડા પેટાવિભાગીય ક્ષેત્રના તેઘરા બજારના છે. ગિરિધારલાલ સુલ્તાનિયાના પુત્ર કૃતેશ કુમારના લગ્ન બેગૂસરાયની જ્યોતિ કુમારી સાથે 30 એપ્રિલના રોજ પૂર્ણ થયા હતા. દંડાના સહારે વરમાળાની રીત પૂરી કર્યા બાદ આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયા છે.

સઆસપાસ ના રહીશો એ પણ આ લગ્નને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે કોરોના ગાઈડલાઇનનું પાલન કરતા આ લગ્ન કરવામાં આવ્યા છે. સમાજને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા માટે નો ઉત્તમ દાખલો છે.

[quads id=1]

Related Articles

Back to top button