દિલ્હીના નરેલા વિસ્તારમાં પત્ની સાથે ઝઘડો કર્યા બાદ ગુસ્સામાં ઘરેથી જઈ રહેલા યુવકને બદમાશોએ લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા તેની પાસેથી રોકડ અને મોબાઈલ છીનવીને બદમાશો ભાગી ગયા હતા. અવાજ સાંભળીને પેટ્રોલિંગ કરી રહેલા પીસીઆરના જવાનોએ દોડતા એક ઠગને પકડી લીધો હતો. જ્યારે તેના બે સાગરિતો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા લૂંટનો ગુનો નોંધી ફરાર બદમાશોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મુકેશ ઝા તેની પત્ની સાથે નરેલા વિસ્તારમાં રહે છે. તે કુંડલીની એક બોટલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે. મુકેશ ઝાએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. તે ગુસ્સે થઈ ગયો અને મુંબઈ જવા માટે સામાન લઈને ઘરની બહાર નીકળી ગયો હતો. લગભગ 11.45 વાગ્યાની આજુબાજુ ત્રણ બદમાશોએ તેને ઘેરી લીધો અને લૂંટફાટ શરૂ કરી દીધી હતી. પ્રતિકાર કરવા પર બદમાશોએ તેને માર માર્યો અને તેના ખિસ્સામાંથી પૈસા અને મોબાઈલ લઈને ભાગવા લાગ્યા હતા.
ત્યાર બાદ ભાગી રહેલા બદમાશોને જોઈને મુકેશ અવાજ કરવા લાગ્યો હતો. અવાજ સાંભળીને ત્યાં પેટ્રોલિંગ કરી રહેલા પીસીઆરના જવાનોએ બદમાશોનો પીછો કર્યો અને એક બદમાશને પકડી પાડ્યો હતો. તલાશી દરમિયાન બદમાશ પાસેથી 1500 રૂપિયા મળી આવ્યા હતા. પીસીઆરના જવાનોએ બદમાશને નરેલા પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો. બદમાશની ઓળખ નરેલાના રહેવાસી મોનુ તરીકે થઈ હતી. જ્યારે પોલીસ દ્વારા હાલ બીજા આરોપીને પકડવા માટે શોધ શરૂ કરવામાં આવી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…