IPL 2022 ના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત, ચેન્નાઈ સુપર કિંગ્સ રમશે પ્રથમ મેચ
આઈપીએલ 2022 (IPL 2022) ના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્લેઓફ રાઉન્ડ પહેલા કુલ 70 મેચો રમાશે. ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે. જેમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કેકેઆર KKR વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
મહત્વની વાત એ છે કે, આ વખતે વધુ ડબલ હેડર રમાશે નહીં. શનિવાર અને રવિવારના 12 ડબલ હેડર મેચ રાખવામાં આવી છે. ટૂર્નામેન્ટની ચાર મેચ મુંબઈના ત્રણ અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. ત્યાર બાદ પાંચમી મેચ પુણેમાં રમાશે. દિવસની મેચો બપોરના 3.30 કલાકે શરૂ થશે. જેમાં નાઇટ મેચો સાંજે 7.30 કલાકે શરૂ થશે. આઇપીએલ દ્વારા પણ કાર્યક્રમ વિશેમાં જાણકારી આપવામાં આવી છે પરંતુ તેના ગ્રાફિક્સ મીડિયામાં પહેલાથી જ સામે આવી ગયા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમાશે. આ મેચ 27 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં બપોરના 3.30 કલાકે રમાશે.
? NEWS ?: The Board of Control for Cricket in India (BCCI) announced the schedule for #TATAIPL 2022 which will be held in Mumbai and Pune.
A total number of 70 league matches and 4 Playoff games will be played in the duration of 65 days.
More Details ?
— IndianPremierLeague (@IPL) March 6, 2022
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 મેના રોજ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગયા વર્ષે ટાઈટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈ માટે ટાઈટલ બચાવવાનો પડકાર રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ધોની પર બધાની નજર રહેશે. આ વખતે આવેલી બે નવી ટીમોનું પ્રદર્શન પણ જોવા જેવું રહેશે. ટૂર્નામેન્ટને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ઉપરાંત બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચો યોજાશે. આ ઉપરાંત પુણેમાં પણ મેચો યોજાશે.