આનંદ મહિન્દ્રાએ પોતાની હરાજી માટે લગાવી બોલી, કહ્યું- પૌત્ર સાથે આ રમતમાં લેશે ભાગ
આનંદ મહિન્દ્રાએ પોતાની હરાજી માટે લગાવી બોલી, કહ્યું- પૌત્ર સાથે આ રમતમાં લેશે ભાગ
આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને લોકો સાથે ફની (મજેદાર) અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા રહે છે. પરંતુ, આ વખતે તેને એક અલગ જ પોસ્ટ શેર કરી છે. જેમાં તેને તેના ચાર વર્ષના પૌત્ર સાથે વિતાવેલા સમયનો રમુજી અનુભવ શેર કર્યો છે. ટ્વિટર પર આનંદ મહિન્દ્રા ઘણીવાર રસપ્રદ ટ્વિટ્સ શેર કરે છે, જેના પર લોકોની ટિપ્પણીઓનો વરસાદ થઇ જાય છે. પરંતુ, આ વખતે ટ્વીટ તેના પૌત્ર વિશે કર્યું છે. મહિન્દ્રાએ આ પહેલા તેમના પૌત્ર સાથે સમય પસાર કર્યા પછી પિલો ફાઈટ ચેમ્પિયનશિપમાં પ્રવેશવા માટે તૈયાર થવા વિશે પોસ્ટ કર્યું હતું. આ પૂછવા પર કે શું તે 4 વર્ષની વયના પર જીતી ગયો, મહિન્દ્રાએ એક રમુજી કારણ શેર કર્યું કે તેને આવું શા માટે ન કર્યું.
જુઓ Video:
No, not starting another sports league. (starting the Pro Kabbaddi league was satisfying enough) But I am offering myself for auction as a star player for this league. After a holiday with my 4 yr old grandson, I think I’m fit, trained & ready to fight! Opening bid: ₹50,000🙄 pic.twitter.com/pPqE7SFrRJ
— anand mahindra (@anandmahindra) February 17, 2022
મહિન્દ્રાએ પિલો ફાઈટ લીગમાં એક મેચનું પરફોર્મ કરતા તેને એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “ના, એક બીજી સ્પોર્ટ્સ લીગ શરૂ નથી કરી રહ્યો. (પ્રો કબડ્ડી લીગની શરૂઆત ખૂબ જ સંતોષકારક રહી) પરંતુ હું આ લીગ માટે એક સ્ટાર ખિલાડી તરીકે પોતાને હરાજી તરીકે રજુ કરી રહ્યો છું. મારા 4-વર્ષના પૌત્ર સાથે રજાઓ પસાર કર્યા બાદ, મને લાગે છે ફિટ, પ્રશિક્ષિત અને લડવા માટે તૈયાર છું! શરૂઆતની બોલી: ₹50,000.
Hey, not so fast, the bidding is up to a lakh… https://t.co/TfrqdvKKyQ
— anand mahindra (@anandmahindra) February 17, 2022
પિલો ફાઈટ ચેમ્પિયનશિપનું પહેલું લાઈવ ઈવેન્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં ફ્લોરિડામાં થઈ હતી. બે ટાઇટલ માટે લડવા માટે આ સ્પર્ધામાં 6 પુરૂષો અને 8 મહિલાઓએ ભાગ લીધો હતો. મહિન્દ્રાની પોસ્ટનો જવાબ આપતા, એક ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું, “શું તમે પૌત્ર સાથે જીતી ગયા?” આના જવાબમાં બિઝનેસ ટાઈકૂને મેચનું પરિણામ શેર કર્યું છે.
The game was fixed…His mother told me to let him win… https://t.co/oahMdRmxRN
— anand mahindra (@anandmahindra) February 17, 2022