સમાચાર

યુક્રેનમાં નેશનલ ઈમરજન્સી જાહેર બાદ આજે યુરોપિયન યુનિયનની થશે મહત્વની મિટિંગ

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત વધતી જોવા મળી રહી છે. કેમ કે તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, રશીયાની સેના પૂર્વી યુક્રેનમાં દાખલ થઇ ગઇ છે. રશિયા દ્વારા યુક્રેનની બેંક અને રક્ષા, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી મહત્વની વેબસાઇટ પર સાઇબર એટેક પણ કરવામાં આવ્યો હતો.

તેની સાથે રશિયન હુમલાને ધ્યાનમાં રાખતા યુક્રેનની સંસદ દ્વારા નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઇમરજન્સીની જાહેરાતની સાથે જ યૂક્રેન દ્વારા તેના 30 લાખ લોકોને તાત્કાલિક જ રશિયા છોડી દેવા માટે જણાવ્યું છે. તેની સાથે મહત્વની જાણકારી સામે આવી છે કે, રશિયા વિરુદ્ધ રણનીતિ ઘડવા માટે યુરોપિયન યુનિયનની આજે મહત્વની મીટિંગ થશે. આ મીટીંગ બેલારૂસમાં યોજાશે. જે પહેલાથી જ રશિયાની સાથે છે અને રશીયન સૈનિકો પણ બેલારૂસની ધરતી પર રહેલા છે.

રશિયા દ્વારા આ અગાઉ યુક્રેનની બેંક અને રક્ષા, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી મહત્વની વેબસાઇટ પર સાઇબર એટેક કરવામાં આવ્યો હતો. તેનાથી એક વાત તો સ્પષ્ટ રશિયા ગમે તે સમયે યુક્રેન પર ત્રાટકી શકે છે. એવામાં યુક્રેન સરકાર દ્વારા ઇમરજન્સી જાહેર કરતા રશિયામાં રહેનાર 30 લાખ લોકોને રશિયા છોડવાનું જણાવી દીધું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રશિયાના વધતા ભયની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા શાંતિની જાહેરાત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે જણાવ્યું પરંતુ ક્રેમલિને હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને પુતિનની સાથે વાતચીત કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button