ગુજરાતવાયરલ સમાચારસમાચાર

હિંમતનગર ના ગામમાં રીંછ દેખાતા ફેલાયો ભયનો માહોલ

હિંમતનગર ના ગામમાં રીંછ દેખાતા ફેલાયો ભયનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદર ગામમાં ગઈકાલે રાત્રે દેભોલ નદીના કિનારે આવેલા ગામમાં એક રીંછ આવ્યું હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતા જ વન વિભાગ સતર્ક થઈ ગયું છે. ગામમાં લાગેલા CCTV કેમેરામાં રીંછ જોવા મળતા વિભાગે શોધખોળ શરૂ કરી છે. રીંછને જોતા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ઘઉંના ખેતરમાં રીંછના પગના નિશાન મળી આવ્યા છે. આ સાથે વન વિભાગે અંદાજ લગાવ્યો છે કે રીંછ દેભોલ નદીના કિનારે જશે. આ વિસ્તારમાં પ્રથમવાર રીંછ જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

હિંમતનગરના પીપોદર ગામમાં એક યુવક ઘરની બહાર વોશ બેસિનમાં હાથ ધોઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક રીંછ તેની સામે આવીને ઉભુ હતું. ગભરાયેલા યુવકે ઘરની અંદર જઈને પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. સંબંધીઓએ ઘરની બારી ખોલી તો રીંછને જતું જોયુ. પરિવારજનોને જાણ થતાં ગામના સભ્યો એકઠા થયા હતા. ગામના ટોળાએ CCTV કેમેરા ચેક કર્યા જેમાં રીંછ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

હિંમતનગર ના ગામમાં રીંછ દેખાતા ફેલાયો ભયનો માહોલ

ગામલોકોએ રીંછને શોધવાનું શરૂ કર્યું. રીંછ ગામની સીમામાંથી દેભોલ નદીના કિનારે ખેતરોના રસ્તે ગયું. આ અંગે વનવિભાગે હિમતનગરના વનવિભાગને જાણ કરી હતી. આ પછી વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને ગ્રામજનો પાસેથી રીંછની માહિતી લીધા બાદ ઘઉંના ખેતરમાં તપાસ શરૂ કરી હતી. રીંછના પગના નિશાન હતા. વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપી છે ત્યારે રીંછ વિશે માહિતી મેળવવાની કવાયત પણ શરૂ કરી છે. એવું અનુમાન છે કે તે ગીચ ઝાડીમાં છુપાયેલું હોવું જોઈએ.

[quads id=1]

Related Articles

Back to top button