સમાચાર

કોરોના એ ભરખ્યો 30 વર્ષ ના યુવાન ને, 3 વર્ષની માસૂમ દીકરી થઈ ગઈ નિરાધાર, માતા પણ હતી કોરોના પોઝિટિવ

ગુજરાત સહિત ઘણી જગ્યાએ કોરોના એ ફરી એકવાર તેનો કહેર ફેલાવ્યો છે. જેના લીધે ઘણા લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આવામાં અમદાવાદ શહેરના લોકો પર પોઝિટિવ આવી રહ્યા છે. આજ ક્રમમાં એક 30 વર્ષીય યુવાનનું કોરોનાને લીધે મોત થયું છે.

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર છેલ્લા ત્રીસ વર્ષથી રીશીત ભાવસાર અહીં તેમના પરિવાર સાથે રહે છે. તેમને ગત શનિવારે તાવ અને શરદીની અસર થતાં તેઓ ઈસનપુર ડોમ ખાતે કોરોના ટેસ્ટ કરાવવા માટે ગયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવવાને લીધે તેઓ જાતે જ હોમ કવોરન્ટાઇન થઈ ગયા હતા. જોકે બે દિવસ બાદ તેઓની તબિયત વધુ ખરાબ તથા તેઓને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યાં બે દિવસ રોકાયા બાદ પણ તેઓની તબીયત ખરાબ રહેતા તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે આઇસીયુ માં દાખલ કર્યા પછી પણ તેમની તબિયત વધુ ખરાબ થઈ હોવાને લીધે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. જોકે બુધવારના દિવસે તેમનું નિધન થયું હતું.

જોકે હાલમાં તેમના મૃત્યુ બાદ પરિવારમાં દુઃખનો માહોલ ફેલાઈ ગયો છે. હાલમાં તેમની 3 વર્ષીય દીકરી પરથી પિતાની છત્રછાયા ચાલી ગઈ છે. તમને જણાવી દઈએ કે તેમની 60 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ આવી હતી અને તેઓ પણ હોમ કવોરન્ટાઈન થઈ હતી.

[quads id=1]

Related Articles

Back to top button