આપણા ભારતીય સમાજમાં લગ્નને લઇને વિવિધ પરંપરાઓ નક્કી કરવામાં આવી છે. હા, લગ્ન કરવા માટે વિવિધ પારંપરિક રિવાજો માંથી પસાર થવું પડે છે. આ સાથે છોકરાની ઉંમર છોકરી ની ઉંમર કરતાં થોડીક વધુ હોવી જોઈએ, તેવું માનવામાં આવે છે. પંરતુ હવે આધુનિક સમયમાં ઉંમર માં થોડોક તફાવત હોવાને લીધે વધારે કંઈ તફાવત પડતો નથી. આજ કારણ છે કે 1-2 વર્ષ મોટી છોકરી સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો આવતો નથી.
પંરતુ અમે તમને કહીએ કે એક 36 વર્ષના યુવકે 52 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે તો તમે વિશ્વાસ કરી શકશો નહીં. પંરતુ આ એકદમ સાચું છે અને આ ઘટના આપણા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની છે.
અહીં 36 વર્ષીય કુંવારો છોકરો છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન જીવનમાં જોડાયો હતો. આ જોડીને જોઈને લોકો દિલથી આર્શિવાદ આપી રહ્યા છે. મહિલા કહે છે કે આગળના લગ્ન જીવનમાં મન ઊંચા થઇ જવાને લીધે આપમેળે છૂટાછેડા લઈ લીધા હતા.
અમદાવાદમાં આવેલા અનુબંધ ફાઉન્ડેશન ના લીધે 36 વર્ષીય ભાવિન રાવલે 52 વર્ષીય મમતા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકાત આ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ એક સેમિનાર દ્વારા થઇ હતી. તમને જણાવી દઈએ કે આ યુગલ વચ્ચે આશરે 16 વર્ષનો તફાવત છે.
52 વર્ષીય મમતા કહે છે કે મે આગળના લગ્ન જીવનમાં 12 વર્ષ સુધી ફક્ત ત્રાસ જ સહન કર્યો હતો પંરતુ હવે મને લાગે છે કે મને મારો જીવનસાથી મળી ગયો છે. અમે આ લગ્ન દ્વારા બધા જ લોકોને એ વાત કહેવા માંગીએ છીએ કે લગ્ન જીવનમાં ઉંમર નો કોઈ ફરક પડતો નથી. જો તમારા બંને ના દિલ એકબીજા માટે છે તો કોઈપણ વસ્તુ તમને હરાવી શકે નહીં. અમે બંને હજુ પણ બાળક પેદા થાય તેવા પ્રયત્ન કરીશું.
જ્યારે 36 વર્ષીય ભાવિને કહ્યું કે જોડા ભગવાન નક્કી કરીને મોકલે છે, તેના પર મને વિશ્વાસ થઇ ગયો છે. કારણ કે આજે મને પહેલી વખત ગોલ્ડ મેડલ મળ્યું હોય તેવો અનુભવ થાય છે. કારણ કે આજે હું મારી પત્નીને મળી ગયો છું. ભલે મારી પત્નીની ઉંમર વધારે હોય પંરતુ શરીરની સુંદરતા કરતા મનની સુંદરતા વધારે મહત્વની છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…