બોલિવૂડ

અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાનાનું ‘શ્રીવલ્લી’ નું ભોજપુરી વર્ઝન થયું વાયરલ, ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ

અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાનાનું 'શ્રીવલ્લી' નું ભોજપુરી વર્ઝન થયું વાયરલ, ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ

સાઉથ એક્ટર અલ્લુ અર્જુન હાલના દિવસોમાં તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’ ને લઈને ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે. ફિલ્મમાં તેની એક્ટિંગ અને સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ‘પુષ્પા’એ દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી દીધું છે. સાઉથની સાથે સાથે આ ફિલ્મે હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પણ ભારે હોબાળો મચાવ્યો છે. ફિલ્મ ‘પુષ્પા’એ હિન્દી બ્લેટ પર 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બીજી તરફ, આ ફિલ્મે અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મ તેની સ્ક્રિપ્ટ અને કલાકારોના અભિનય અને શૈલી તેમજ તેના ગીતોના કારણે ઘણી હેડલાઇન્સમાં આવી રહી છે. ફિલ્મના તમામ ગીતો જબરદસ્ત છે અને ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે. ચાહકો પણ આ ગીતો પર તેમની ફની રીલ્સ બનાવતા જોવા મળે છે. આ સાથે આ રીલ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

દરેક લોકો ફિલ્મના ગીત ‘શ્રીવલ્લી’ અને અલ્લુ અર્જુનના હૂક સ્ટેપ્સની નકલ કરી રહ્યા છે. સાથે જ આ ગીત એટલું ફેમસ થઈ ગયું છે કે બે ગાયકોએ તેનું ભોજપુરી વર્ઝન પણ બનાવ્યું છે.

રાહુલ અને મોહન નામના ગાયકોએ તેમની યુટ્યુબ ચેનલ પર ‘શ્રીવલ્લી’ ગીતનું ભોજપુરી વર્ઝન રિલીઝ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ભોજપુરી ‘શ્રીવલ્લી’નું શીર્ષક રાહુલે ‘ગજબ કા રૂપ’ રાખ્યું છે અને મોહને તેના ગીતો રાખ્યા છે ‘તોહર ઝલક શ્રીવલ્લી બટિયાં કરે તુ હરફી’. આ ગીતને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે, તેણે યુટ્યુબ પર જોરદાર ધૂમ મચાવી છે. આ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ગીત પર કોમેન્ટ કરતાં કોઈ યુઝરે ‘ખૂબ જ શાનદાર’ લખ્યું છે તો કોઈએ લખ્યું ‘ગરદા ઉડા દિયા’

નોંધનીય છે કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’નું આ ‘શ્રીવલ્લી’ ગીત સિડ શ્રીરામે તેનો આવાજ આપ્યો છે અને દેવી પ્રસાદ દ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ સાથે આ ગીત ચંદ્રબોઝે લખ્યું છે. અને તેના હિન્દી વર્ઝનની વાત કરવામાં આવે તો તેને જાવેદ અલી દ્વારા લખવામાં આવ્યું છે અને રજૂ કરવામાં આવ્યું છે. તેના હિન્દી વર્ઝનને ચાહકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago