બોલિવૂડમનોરંજન

અલ્લુ અર્જુનની 5 વર્ષની દીકરીએ ‘કચ્ચા બાદામ’ પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video…

અલ્લુ અર્જુનની 5 વર્ષની દીકરીએ 'કચ્ચા બાદામ' પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video...

અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પા બાદ સોશિયલ મીડિયા પર છવાયેલો રહી રહ્યો છે. અલ્લુના ચાહકોની લિસ્ટમાં ઘણો વધારો થયો છે. ફિલ્મના ગીતોથી લઈને તેના અભિનય સુધી દરેક વસ્તુએ દર્શકોને તેના દિવાના બનાવી દીધા છે. આ દરમિયાન, અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેની પુત્રી અરહા અલ્લુ લોકપ્રિય ગીત ‘કચ્ચા બાદામ’ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે.

અલ્લુ અર્જુનની દીકરીનો ડાન્સ વીડિયો

ખરેખર, અલ્લુ અર્જુન તેની પુત્રી અરહા અલ્લુને ખૂબ જ પ્રેમ કરે છે. તેની દીકરી સાથે મસ્તી કરતી વખતે તે ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. જયારે હવે તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં અરહા ‘કચ્ચા બાદામ’ પર શાનદાર ડાન્સ કરી રહી છે. આને શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, ‘મેરી છોટી સી બાદામ અરહા’.

જુઓ Video:

વિડિયો પર ચાહકોની ટિપ્પણીઓ

અલ્લુ અર્જુનની દીકરી અરહા અલ્લુ પાંચ વર્ષની છે. આ ક્યૂટ વીડિયો પર ફેન્સ પણ રિએક્શન આપી રહ્યા છે. એક મીડિયા યુઝરે લખ્યું, ફ્યુચર હિરોઈન. અન્ય એક યુઝરે લખ્યું, પુષ્પા રાજ બેબીને નજર ન લાગે. અન્ય એક યુઝરે લખ્યું, પુષ્પાની દીકરી કોઈથી ઓછી નથી. ઘણા યુઝર્સે આહાના એક્સપ્રેશનના પણ વખાણ કર્યા.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા

અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પા સુપરહિટ થયા બાદ હિન્દી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે. અલ્લુ સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. પુષ્પામાં તેની વિરુદ્ધ રશ્મિકા મંદન્નાએ ‘શ્રીવલ્લી’ની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના ગીતો, ‘શ્રીવલ્લી,’ ‘સામી સામી,’ ‘એ બિદ્દા,’ ‘ઈધી ના અડ્ડા’ અને ‘ઉ અંતવા’ ને યુટ્યુબ પર તોડબાતોડ લાઈક્સ અને પ્રેક્ષકોનો પ્રેમ મળ્યો છે.

પુષ્પા: ધ રાઇઝનો બીજો ભાગ આ વર્ષે આવશે

પુષ્પા: ધ રાઈઝ ફિલ્મ બાદ તેનો બીજો ભાગ 2022માં સિનેમાઘરોમાં રીલિઝ થવાનો છે. જયારે, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પુષ્પા: ધ રાઇઝની સફળતા પછી, રશ્મિકા મંદન્નાએ બીજા ભાગ માટે તગડી ફી માંગી છે. અભિનેત્રીએ પુષ્પા-ધ રૂલ માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

[quads id=1]

Related Articles

Back to top button