ક્યાંક ચિંગમ ખાવા પર તો ક્યાંક જોગિંગ કરવા પર છે મનાઈ, જાણી લ્યો આ પાંચ દેશ ના અજીબોગરીબ કાનૂન વિષે
કોઈ પણ દેશને યોગ્ય રીતે ચલાવવા માટે યોગ્ય કાનૂન વ્યવસ્થા નું હોવું ખુબ જ જરૂરી છે. જો કાનૂન વ્યવસ્થા જ બરાબર નહીં હોય, તો સ્વાભાવિક વાત છે કે સમસ્યાઓ વધશે. પણ શું તમે કોઈ દિવસ એવું વિચાર્યુ છે કે સમાજ ને યોગ્ય રીતે ચલાવવા વાળો કાનૂન, પોતે જ સમસ્યા નું કારણ બની જાય તો શું થશે?, દુનિયા નાં આવા કેટલાય દેશ છે, જેના અજીબોગરીબ કાનૂન વિશે જાણી ને તમે અચરજ માં પડી જશો.તો આવો જાણીએ આવા કાનુનો વિશે…
સ્વાસ્થ્ય માટે જોગિંગ કરવું ભલે ફાયદાકારક હોય, પણ તમે આફ્રીકી દેશ બુરૂંડી માં જોગિંગ કરી શકશો નહીં. હકીકતમાં, વર્ષ ૨૦૧૪ માં અહિયાનાં રાષ્ટ્રપતિ એ જોગિંગ કરવા પર રોક લગાવી દિધી. આ અજીબોગરીબ કાનૂન ની પાછળ એમણે દલીલ કરી કે લોકો અસામાજિક ગતિવિધિઓ કરવા માટે જોગિંગ ની મદદ લે છે
બાળકોનાં નામ મરજીથી નહિ રાખી શકશો: બાળક ભલે તમારુ જ હોય, પણ તમે તેનું નામ પોતાની મરજી થી રાખી શકશો નહી. આ અજીબ કાનૂન ડેનમાર્ક નો છે. તમારા બાળકનું નામ સરકાર નક્કી કરશે. આના માટે સરકાર તરફ થી નામો નું એક લિસ્ટ આપવા માં આવે છે, જેમાંથી એક નામ તમારે પસંદ કરવું પડશે, સાથે જ તમારે તમારા બાળક નું ફર્સ્ટ નેમ એવું રાખવું પડશે કે જેથી તેના લિંગ ની ખબર પડે. જો તમે તમારી પસંદનું કોઈ નામ રાખવા માંગો છો, જે લિસ્ટમાં નથી, તો તમારે ચર્ચ અને સરકાર ની મંજૂરી લેવી પડશે.
સંસદ માં મૃત્યુ ગેરકાનૂની: ઈંગ્લેન્ડ માં એક કાનૂન છે કે ત્યા સંસદ માં કોઈ નું મોત ન થઈ શકે. વર્ષ ૨૦૦૭ માં આને યૂકે ના સૌથી નકામા કાનૂન તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. લોકો એ કહ્યુ હતું કે આ કાનૂન નો કોઈ આધાર જ નથી. જો કે એ પણ કહેવા માં આવ્યું હતું કે આ કાનૂન વિશે ક્યાય પણ લિખિત વ્યાખ્યા નોહતી.
વાદળી જીન્સ પર પ્રતિબંધ: ઉત્તર કોરિયા ના તાનાશાહ કિમ જોંગ ની તાનાશાહી થી તો તમે સારી રીતે પરિચિત હશો જ. કિમ જોંગ પોતાના દેશ માં અજીબોગરીબ કાનૂન બનાવવા માટે પ્રખ્યાત છે. તમને જણાવીએ કે ઉત્તર કોરિયા માં વાદળી રંગ ની જીન્સ પર રોક છે. પશ્ચિમી સંસ્કૃતિ નાં પ્રભાવ થી બચવા માટે ઉત્તર કોરિયા માં આના પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો છે.
ચ્યુઈન્ગમ ખાવા પર પ્રતિબંધ: દારૂ, સિગરેટ,તંબાકૂ,પાન મસાલા વગેરે વસ્તુઓ પર પ્રતિબંધ ના વિશે તમે અવાર નવાર સાંભળ્યુ હશે જ, પણ શું તમે ક્યારેય ચ્યુઈન્ગમ પર રોક વિશે સાંભળ્યુ છે? તમને જણાવીએ કે સિંગાપુર માં વર્ષ ૨૦૦૪ થી જ ચ્યુઈન્ગમ પર રોક છે. આ કાનૂન ની પાછળ સરકાર ની દલીલ છે કે સાફ સફાઈ રાખવા માં મુશ્કેલી પડે છે. એટલું જ નહી આ દેશ માં તમે બહાર થી પણ ચ્યુઈન્ગમ લાવી શકો નહી. જો તમારી પાસે ચ્યુઈન્ગમ હશે તો એરપોર્ટ પર જ તમારી પાસે થી જપ્ત કરવા માં આવશે.