આજના સમયમાં ભારતીય સિનેમામાં દરેક જગ્યાએ ડિરેક્ટર એસએસ રાજામૌલી નું નામ ચર્ચામાં રહેલું છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. થોડા સમય પહેલા તેમની ફિલ્મ ‘RRR’ રિલીઝ થઈ હતી, જેને 1100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મે માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટના દર્શકોમાં પણ હંગામો મચાવ્યો હતો. જ્યારે હવે એસએસ રાજામૌલી ના નવા પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવ્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે, ‘બાહુબલી’, ‘બાહુબલી 2’ અને ‘RRR’ ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં ઐશ્વર્યા રાય જોવા મળી શકે છે.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ માં દેખાઈ હતી. જ્યારે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ઐશ્વર્યા રાય એસ એસ રાજામૌલીની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે. ચર્ચા છે કે, એસએસ રાજામૌલી ટૂંક જ સમયમાં ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ઘણા લોકોએ આ સમાચારને સાચા પણ જણાવ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જેમણે આ મીડિયા રિપોર્ટને અફવા ગણાવી છે. તેમ છતાં આ બધાની વચ્ચે, આ એક રિપોર્ટે ઐશ્વર્યા રાય અને એસ એસ રાજામૌલીના ચાહકોને ખુશ કરી દીધા છે. ઐશ્વર્યા રાયના ચાહકો તેમને એસ એસ રાજામૌલીની ફિલ્મમાં જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે.
ઐશ્વર્યા રાયે ઘણી બાધી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ’ નો પણ સમાવેશ થયા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રજનીકાંતની જોડીને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. જ્યારે હવે ઐશ્વર્યા રાય મણિરત્નમની ફિલ્મ ‘પોનીયીન સેલવન’ માં જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, જેમાં ઐશ્વર્યાનું નામ મંદાકિની અને નંદિની છે. આ સિવાય ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ થલાઈવર 169 માં જોવા મળશે.
ઐશ્વર્યા રાયે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તે પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે ફરી એક ફિલ્મ ફિલ્મ કરવા માંગે છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “હું અભિષેક સાથે કામ કરવા માંગુ છું અને મને આશા છે કે એવુંથશે.” તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેક એક સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે, જેમાં ‘કુછ ના કહો’, ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘ગુરુ’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…