વ્યવસાય

Air India ને મળ્યા નવા CEO, ટાટા ગ્રુપે Ilker Ayci પર વ્યક્ત કર્યો વિશ્વાસ, જાણો પહેલા ક્યાં કરતા હતા કામ

Air India ને મળ્યા નવા CEO, ટાટા ગ્રુપે Ilker Ayci પર વ્યક્ત કર્યો વિશ્વાસ, જાણો પહેલા ક્યાં કરતા હતા કામ

ટાટા ગ્રૂપ (Tata Group)ની થઇ ગયેલ એર ઈન્ડિયા (Air India) ને હવે નવા સીઈઓ (CEO) મળી ગયા છે. ટાટા સન્સે (Tata Sons) ઈલ્કર એયસી (Ilker Ayci) ની એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ઇલકર તુર્કી એરલાઇન્સ (Turkish Airlines) ના ભૂતપૂર્વ અધ્યક્ષ છે અને હવે તેમને એર ઇન્ડિયાની જવાબદારી મળી છે. ટાટા સન્સે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, “બોર્ડ યોગ્ય વિચાર-વિમર્શ પછી બોર્ડે એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે Ilker Ayci ની નિમણૂકને મંજૂરી આપી હતી. આ નિમણૂક જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન છે.” વિજ્ઞાપિતમાં કહેવામાં આવ્યું એર ઈન્ડિયા બોર્ડે ના આઈસીની ઉમેદવારી અંગે વિચારણા કરવા માટે બેઠક યોજી હતી. ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરન આ બોર્ડની બેઠકમાં ખાસ આમંત્રિત હતા.

તુર્કીના ઉદ્યોગપતિ છે ઇલ્કર અઈસી

ટાટા સન્સ દ્વારા એર ઇન્ડિયાના CEO તરીકે ચૂંટાયેલા ઇલકર અઈસી એ વર્ષ 2015 થી 2022 સુધી તુર્કી એરલાઈન્સના અધ્યક્ષની જવાબદારી સંભાળી. આ પહેલા અઈસી વર્ષ 2005 થી 2011 સુધી ઘણી વીમા કંપનીઓના સીઈઓ પણ રહ્યા છે. 1994માં તેઓ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એર્દોઆનના સલાહકાર હતા. તેમણે ઈસ્તાંબુલ મહાનગર પાલિકામાં પણ અનેક હોદ્દાઓ પર પણ કામ કર્યું છે.

જાણો એન ચંદ્રશેખરનને શું કહ્યું

ઈલ્કર અઈસીની એર ઈન્ડિયાના સીઈઓ તરીકે નિમણૂક પર એન ચંદ્રશેખરને કહ્યું, “ઈલ્કર એક ઉડ્ડયન ઉદ્યોગના અગ્રણી છે. તેમણે તેમના કાર્યકાલ દરમિયાન તુર્કી એરલાઈન્સનું નેતૃત્વ કર્યું અને તેના કાર્યકાળ દરમિયાન તેને ઘણી સફળતાઓ અપાવી છે. અમને ટાટા જૂથમાં ઈલકરનું સ્વાગત કરતાં આનંદ થાય છે. જ્યાં તે એર ઈન્ડિયાને નવા યુગમાં લઈ જશે.

68 વર્ષ પછી ટાટાની બની ગઈ છે એર ઈન્ડિયા

હાલમાં ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાને સરકાર પાસેથી ખરીદી લીધી છે. આ રીતે 68 વર્ષ બાદ એર ઈન્ડિયા તેના જૂના માલિક ટાટા ગ્રુપ પાસે આવી ગઈ છે. એર ઈન્ડિયાને ટાટા જૂથે જ શરૂ કરી હતી. આરડી ટાટાએ 1932માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એરલાઈન્સ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે એરલાઇન્સ ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી, 29 જુલાઇ 1946 ના રોજ, ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરી દેવામાં આવ્યું હતું. આઝાદી પછી, 1947માં, એર ઈન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લઇ લેવામાં આવી હતી. 1953માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button