મનોરંજન

Pushpa બાદ Pawankhind ની બોક્સ ઓફિસ પર ધમાકો, મરાઠા યોદ્ધાઓના બલિદાનની દાસ્તાં છે ફિલ્મ

Pushpa બાદ Pawankhind ની બોક્સ ઓફિસ પર ધમાકો, મરાઠા યોદ્ધાઓના બલિદાનની દાસ્તાં છે ફિલ્મ

કહેવાય છે કે સારી સિનેમાને લોકો સુધી પહોંચતા કોઈ પણ રોકી શકતું નથી. આનું સૌથી મોટું ઉદાહરણ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા (Pushpa) છે. કેવી રીતે ફિલ્મે બોક્સ ઓફિસ પર ડંકો વગાડ્યો છે, તેનો પડઘો હજુ પણ જોવા મળી રહ્યો છે. રીજનલ સિનેમાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મો બાદ હવે મરાઠી ફિલ્મો પણ પોતાનો પાવર બતાવી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ પાવનખિંડની બોક્સ ઓફિસ પર ધૂમ મચી રહી છે. સોશિયલ મીડિયામાં આ ફિલ્મની જોરદાર ચર્ચા થઈ રહી છે. જાણીએ આ પીરિયડ ડ્રામા વિશે.

પાવનખિંડ એક ઐતિહાસિક નાટક છે. જેનું દિગપાલ લાંજેકરે (Digpal Lanjekar) નિર્દેશન કર્યું છે. આ મરાઠા વારિયર બાજી પ્રભુ દેશપાંડેના જીવન પર આધારિત છે. જે પાવનખિંડની લડાઈ બતાવે છે. લીડ સ્ટારકાસ્ટમાં ચિન્મય મંડલેકર, મૃણાલ કુલકર્ણી, અજય પુરકર, સમીર ધર્માધિકારી જેવા સ્ટાર્સ શામેલ છે. આ ફિલ્મની કલાકારોની પ્રશંસા થઈ રહી છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

છત્રપતિ શિવાજી મહારાજ અને તેમની મરાઠા સેનાએ Panhalgad પર કબજો કરી લીધો છે. સિદ્ધિ જોહરે શિવાજી મહારાજને પકડવા માટે કિલ્લાની ચારે બાજુ ચોકીદારી ઊભા કરી દીધા છે. જેના કારણે મરાઠા સેના અને શિવાજી કિલ્લામાં જ ફસાઈ ગયા છે. પછી યોદ્ધા બાજી પ્રભુ દેખપાંડે અને બાંદલ આર્મી ત્યાંથી ભાગી જવાની વ્યૂહરચના બનાવે છે. પાવનખિંડ એ મરાઠા સુર નાયકોના બલિદાન અને બહાદુરીની ગાથા છે.

કેવી રીતે બાજી પ્રભુ દેશપાંડે અને તેની 600 લોકોની બંદલ સેનાએ સિદ્ધિ મસૂદ અને આદિલશાહી સલ્તનતના સૈનિકોને ધૂળ ચટાવી દીધી, આ ગાથા આખા મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે. પરિણામ એ આવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજને પન્હાલગઢ કિલ્લામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા. બાજી પ્રભુ દેખપાંડે તેમના રાજા છત્રપતિ શિવાજી મહારાજ માટે પોતાનો જીવ ગુમાવે છે. તેમની બહાદુરી આજે પણ ઉદાહરણીય આપવામાં આવે છે.

બોક્સ ઓફિસ પર પવનખિંડની ધમાલ

પાવનખિંડ 18 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. માત્ર 4 દિવસમાં ફિલ્મે શાનદાર કમાણી કરી છે. પહેલા દિવસે ફિલ્મે 1.15 કરોડની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મની કમાણીમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેણે 2.05 કરોડની કમાણી કરી હતી. રવિવારે ફિલ્મે 3 કરોડની કમાણી કરી હતી. ઓપનિંગ વીકેન્ડનું મૂવી કલેક્શન 6 કરોડનું છે.

પહેલા દિવસથી જ મુંબઈના B અને C સેન્ટરમાં ફિલ્મ હાઉસફુલ હતી. એકલા મહારાષ્ટ્રમાં ફિલ્મના 1990 શો મળ્યા છે. સમાચાર છે કે આ ફિલ્મ મહારાષ્ટ્ર ક્ષેત્રમાં આલિયાની ગંગુબાઈ કાઠિયાવાડીને મજબૂત સ્પર્ધા આપી શકે છે. દેશભક્તિથી તરબોળ આ ફિલ્મ તમને ભાવુક પણ કરી દે છે. તમે પણ જરૂર જોવો આ ફિલ્મ, તેને મિસ કરવી હશે ભૂલ.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago