દેશ

પત્નીને માર માર્યા બાદ માસૂમ દીકરીને પીવડાવ્યો દારૂ, માતાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કરી દીધો વાયરલ અને પછી….

લલિતપુરના પોલીસ સ્ટેશન જાખલૌન હેઠળના ગામનો રહેવાસી દારૂના નશામાં હતો અને તેની પત્નીને માર માર્યા બાદ તેણે પોતાની જ ત્રણ વર્ષની માસૂમ પુત્રીને દારૂ પીવડાવી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે જાખલૌન પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા આ બાબતમાં આરોપી વ્યક્તિ સામે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.

જાખલૌન પોલીસ સ્ટેશન હેઠળ એક મહિલાએ જાખલૌન પોલીસને જણાવ્યું છે કે, એક દિવસ પહેલા તેનો પતિ દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કર્યો હતો અને મારપીટ કરી હતી. તેણે વિરોધ કરતાં તેણે ઘરમાં બેસીને દારૂ પીધો હતો અને તેની ત્રણ વર્ષની માસૂમ દીકરીને પણ દારૂ પીવડાવવા લાગ્યો હતો. જ્યારે તેણે આ અંગે વાંધો ઉઠાવ્યો તો તેણે ફરીથી અપશબ્દો સાથે માર મારવાનું શરૂ કરી દીધું હતું.

મહિલાએ પિતા દ્વારા પોતાની માસૂમ પુત્રીને દારૂ પીવડાવતો વીડિયો બનાવી દીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. મહિલાએ આ ઘટના અંગે જાખલોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેના આધારે જાખલોન પોલીસે આ કેસમાં આરોપી વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

[quads id=1]

Related Articles

Back to top button