૨૨ વર્ષ પછી દીકરા એ પૂરુ કર્યુ મા નું સપનું, પિતા ની જેમ જ પહેરી સેના ની વર્દી, બર્થ ડે થી એક દિવસ પહેલા બન્યા લેફ્ટિનેંટ.
જૂન ૧૯૯૯ માં જ્યારે ભારતીય સેના કારગિલ નાં યુદ્ધ માં દુશ્મનો સાથે લડી રહી હતી, ત્યારે દિલ્લી આર્મી બેઝ હોસ્પિટલ માં દાખલ એક મા પોતાના ગર્ભ માં રહેલા બાળક ને સેના માં ભર્તી કરવાનું સપનું જોઈ રહી હતી. આવી પરિસ્થિતી માં પ્રસવ પીડા માંથી પસાર થતી એ મા એ દીકરા ને જન્મ આપ્યો. શનિવારે એ દીકરા એ ૨૨ વર્ષ બાદ પોતાની મા ના સંકલ્પ ને પૂરો કરી બતાવ્યો.
આઈએમએ, દેહરાદૂન ની પાસિંગ આઉટ પરેડ માં શનિવારે લેફ્ટિનેંટ બનેલા વિક્રાંત શર્મા તે સમયે જનમ્યા જ્યારે દેશ ની સેના કારગિલ યુદ્ધ લડી રહી હતી. એમના પિતા ઓમદત્ત શર્મા સેના પોલિસ માં છે, જે ત્યારે જમ્મુ માં તૈનાત હતા. કાસન ગુરુગ્રામ હરિયાણા નિવાસી સૂબેદાર મેજર ઓમદત્ત, ધર્મ પત્ની સુદેશ શર્મા અને દીકરી નીતૂ શર્મા ની સાથે દીકરાની પીપીઓ માં હાજર રહ્યા.
સુદેશ શર્મા જણાવે છે કે કારગિલ યુદ્ધ દરમિયાન વિક્રાંત તેમના ગર્ભ માં હતા. એમણે સંકલ્પ લિધો હતો કે જો દીકરો આવશે તો તેઓ તેને સેના માં મોકલશે. ૧૩ જૂન ૧૯૯૯ ના દિવસે તેમને વિક્રાંત નાં રૂપમાં દીકરાે મળ્યો. બાળપણ થી જ વિક્રાંત ને સૈન્ય બેકગ્રાઉન્ડ નું વાતાવરણ મળ્યું. વિક્રાત ની પણ સેના માં દિલચસ્પી દેખાણી. ઘર માં બાળપણ થી જ વિક્રાંત ને પરિવાર નાં લોકો કૈપ્ટન સાહેબ કહી ને બોલાવતા હતા.
વિક્રાંતે મા નાં સંકલ્પ ને પૂરો કરવા માટે કોઈ કમી નથી રાખી. મહેનત કરી તો મંજિલ સરળ થવા લાગી. વિક્રાંત ની સ્કૂલિંગ કેન્દ્રીય વિદ્યાલય દિલ્લી થી થઈ. એમની બહેન નીતૂ નાં પતિ પણ એર ફોર્સ માં ફાઈટર પાયલટ છે. પિતા ઓમદત્ત શર્મા ની આઈએમએ દેહરાદૂન માં પણ નોકરી રહી ચુકી છે. તેઓ અત્યારે સૂબેદાર મેજર તરીકે સેના પોલિસ માં સેવા આપી રહ્યા છે. સેના ની વર્દી માં પિતા દિકરાની પાસિંગ આઉટ પરેડ નો ભાગ બન્યા તો જન્મદિવસ ના એક દિવસ પહેલા વિક્રાંત ના સૈન્ય અધિકારી બનવા પર પરિવારજનો બમણી ખુશી નો અનુભવ કરી રહ્યા હતાં.