લાઈફસ્ટાઈલ

અભિનેત્રી હિના ખાનનું એકદમ ગ્લેમરસ અને બોલ્ડ ફોટોશૂટ આવ્યું સામે, તસવીરો જોઈને તમે પણ પાગલ થઈ જશો…

ટીવીની સંસ્કારી પુત્રવધૂ અક્ષરા સિંઘાનિયા તરીકે ઓળખાતી હિના ખાન ટીવી જગતની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. જોકે હિના ટીવીમાં ભલે સંસ્કારી વહુના રોલમાં દેખાતી હોય પંરતુ રીયલ લાઇફમાં તે એકદમ બોલ્ડ લાગે છે. હિના અવારનવાર તેના સુંદર ફોટાઓ સાથે તેના ચાહકો સાથે શેર કરે છે. આ દરમિયાન હિનાએ તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટાની સાથે સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે. ફરી એકવાર ચાહકોનું ધ્યાન ફક્ત હિનાના લેટેસ્ટ ફોટોશૂટ પર કેન્દ્રિત છે.

હકીકતમાં તાજેતરમાં હિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બધા ફોટા શેર કર્યા છે. જેમાં હિનાનો ગ્લેમરસ લુક કોઈપણને દિવાના બનાવી શકે છે.

હિના આ ફોટામાં બ્લુ આઉટફિટ્સ અને ખુલ્લા વાળમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. હિનાનો મેકઅપ પણ તેમના ઉપર એકદમ સેટ થઇ રહ્યો છે. ટુંકમાં કહીએ તો હિનાનો કિલર અવતાર લાઇમલાઇટ ભેગી કરવા માટે પૂરતો છે.

આ તસવીરોમાં હિના બૂટ અને પ્રિન્ટેડ જેકેટમાં સુંદર દેખાઈ રહી છે. ચાહકો હિનાના દરેક તસવીર પર લાઈક અને કમેન્ટ્સ આપી રહ્યા છે. હિના ખરેખર અદભૂત લાગી રહી છે.

હિનાએ તેનું ફોટોશૂટ એક ખાસ પ્રસંગે શેર કર્યુ છે. હકીકતમાં, હિનાએ ઇન્સ્ટાગ્રામ પર હિનાને લગતી 1 મિલિયન પોસ્ટ્સ મેળવવા માટે ચાહકોનો આભાર માન્યો અને આ ફોટોશૂટ કરાવ્યું છે.

આ સરંજામમાં હિના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેની આ સુંદર શૈલી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

તે વિવિધ પોઝ સાથેની તસવીરોમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. હિનાએ ફોટા સાથે સોશિયલ મીડિયાનો પારો વધાર્યો હતો. ચાહકો સતત હિનાના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા હિનાને ટીવીની સૌથી પ્રિય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.

નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરનારી હિના ખાન તેની સાદી પુત્રવધૂની શૈલીથી આગળ પણ તેના બોલ્ડ અને હોટ અવતાર માટે જાણીતી છે.

જ્યારે તેણે ટીવી જગતમાં પોતાની અભિનયથી લોકોના દિલ પર છાપ છોડી દીધી છે, ત્યારે આજકાલ હિના ખાન પણ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવતી જોવા મળી રહી છે.

હિના સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. તાજેતરમાં તે બિગ બોસ 14 માં સિનિયર તરીકે દેખાઇ હતી. જેમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

હીના ખાને નાગિન 5 માં પોતાના કામથી લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી નહોતી. તમને જણાવી દઈએ કે હિના ખાને ફિલ્મ હેક દ્વારા બોલીવુડમાં પગ મૂક્યો હતો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago