ગુજરાતરાજકારણ

ગુજરાતના રાજકારણમાં AAP એ ભાજપમાં પાડ્યું મોટું ગાબડું, ભાજપના પ્રામાણિક નેતાઓએ પહેરી આપની ટોપી

ભાજપનો ગઢ કહેવાતા ગુજરાતમાં ભાજપ પડી રહ્યું છે સતત નબળું

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના અંત સુધીમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે અત્યારથી ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ દ્વારા આ ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તેની સાથે સાથે આવી આ પાર્ટીઓના ધારાસભ્યો સાથે કાર્યકરો દ્વારા પાર્ટીઓ માંથી પક્ષ પલ્ટો કરવાનું શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટી ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ લાવી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના નેતા જોડાયા છે. આ મામલે આજે ગોપાલ ઈટાલિયાએ તેમનું નિવેદન આપ્યું છે.

ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતુંકે, દિલ્લીમાં અરવિંદ કેજરીવાલના 7 વર્ષના શાસનથી પ્રભાવિત થઈને ઈમાનદાર ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના પ્રામાણિક નેતાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ભાજપના લોકોનું જોડાવું એ ભાજપ માટે રાજકીય ભૂકંપ સમાન છે. ભાજપ પણ હવે માની ગઈ છે કે ગુજરાતના રાજકારણમાં તેમની સામે આપ જ વિરોધ પક્ષ છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ લડાશે.

હવે ભાજપના નેતાઓ ભાજપા શાસનથી ત્રસ્ત થઈને પાર્ટી છોડવાની ફરજ પડી રહી છે. અને મોટી સંખ્યામાં સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ જી ની દિલ્હી સરકારના કામકાજથી પ્રભાવિત થઈને ઘણા બધા મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેમાં મુખ્યત્વે ભાજપના નેતાઓ સામેલ છે. જેઓ ભ્રષ્ટ ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપનો ગઢ કહેવાતા ગુજરાતમાં ભાજપ સતત નબળું પડી રહ્યું છે. જયારે હવે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે.

આમ આદમી પાર્ટીમાં જોડાનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ

– અરવિંદ તિવારી, પૂર્વ કોર્પોરેટર કનકપુર-કંસાડ નગરપાલિકા (ભાજપ),
– ટી.એન. મિશ્રા પૂર્વ કન્વીનર કામદાર શેલ (ભાજપ),
– ડો.અમિતભાઈ દુબે, ઉપપ્રમુખ વોર્ડ નં. 29 (ભાજપ),
– અનિલ તિવારી ઉત્તર ભારતીય બ્રાહ્મણ સમાજ નેતા (ભાજપ),
– રાજેશ શર્મા પ્રમુખ, હિંદુ યુવા સંઘ, ચોરાસી તાલુકા,
– ઓમપ્રકાશ તિવારી પૂર્વ સભ્ય, પાલી ગ્રામ પંચાયત (ભાજપ),
– ઈર્શાદ ખાન (ભાડે ભાઈ) વરિષ્ઠ કોંગ્રેસ નેતા,
– રાજકુમાર સિંહ, પૂર્વ કોર્પોરેટર કનકપુર-કંસાડ નગરપાલિકા (ભાજપ),
– હરેશ રાજુભાઈ ભરવાડ સક્રિય સભ્ય ભાજપ, ભરવાડ સમાજના અગ્રણી,
– સરવન તિવારી ભૂતપૂર્વ સભ્ય, પાલી ગ્રામ પંચાયત (ભાજપ),
– અજય દુબે પ્રમુખ, અજયધારા ફાઉન્ડેશન (ભાજપ),
– સંતોષ દુબે ઉત્તર ભારતીય બ્રાહ્મણ સમાજ નેતા (ભાજપ) સહિત તેમના સમર્થકો

[quads id=1]

Related Articles

Back to top button