આમ આદમી પાર્ટી યુવાનો અને ઉદ્યોગપતિઓ ની પહેલી પસંદ બની ગઈ છે: ‘આપ’
આમ આદમી પાર્ટી એ સમગ્ર દેશમાં પરિવર્તન ની રાજનીતિ શરૂ કરી છે અને આમ આદમી પાર્ટીના લોકકલ્યાણ માટે ના કાર્યોની ગૂંજ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સંભળાઈ રહી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ને સતત લોકો નું મોટા પ્રમાણ માં સમર્થન મળી રહ્યું છે. જેના કારણે આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સૌથી ઝડપથી વિકસતી પાર્ટી બની છે. આજે સમગ્ર ગુજરાત માંથી દરેક સમાજ, દરેક ધર્મ અને દરેક વ્યવસાયના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ કડીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે.
21 જુલાઈ ના રોજ સુરતમાં અરવિંદ કેજરીવાલે સમગ્ર ગુજરાતમાં લોકો માટે 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના જાણીતા ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને યુવા નેતા પંકજભાઈ રાણસરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. અરવિંદ કેજરીવાલ જી એ પંકજ રાણસરિયાને ટોપી અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા. ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા એ પણ તેમનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.
પંકજ રાણસરિયા એક યુવા અને ઉદ્યોગપતિ હોવાના કારણે ગુજરાતના યુવાનો અને ઉદ્યોગપતિઓની સમસ્યાથી સારી રીતે વાકેફ છે અને તેઓ માને છે કે માત્ર આમ આદમી પાર્ટી જ ગુજરાતના યુવાનો અને ઉદ્યોગપતિઓની સમસ્યા હલ કરી શકે છે. પંકજ રાણસરિયા જી પણ માને છે કે અરવિંદ કેજરીવાલ જી ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ દેશમાં આશા જગાવી છે અને તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકો માટે કરેલા કામથી ખૂબ પ્રભાવિત છે.
પંકજ રાણસરિયા એ એમ પણ જણાવ્યું કે ગુજરાત કુદરતી સંસાધનો થી સમૃદ્ધ રાજ્ય છે, પરંતુ ભાજપ સરકારની ખોટી નીતિઓ ને કારણે ગુજરાતની જનતાને તેનો લાભ મળી રહ્યો નથી. જે રીતે દિલ્હી રાજ્ય પોતે દિલ્હીમાં વીજળી ઉત્પન્ન કરતું નથી, છતાં તે દિલ્હી ની જનતાને મફત વીજળી આપે છે, ત્યારે ગુજરાત સરકાર ઈચ્છે તો ગુજરાતની જનતાને પણ મફત વીજળી આપી શકે છે, પરંતુ તે આપી નથી રહ્યા કારણ કે, ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર ના ઈરાદા માં જ ખોટ છે. હું સંપૂર્ણ સમર્થન સાથે આમ આદમી પાર્ટીમાં સક્રિય રહીશ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે સખત મહેનત કરીશ.