આજે પણ જીવિત છે મહાબલી હનુમાન, પ્રમાણ વિશે જાણશો તો રહી જશો હેરાન…
શાસ્ત્રો અને આપણા પૂર્વજો દ્વારા કહેવામાં આવેલી કથાઓ અનુસાર મહાબાલી હનુમાન જી માતા સીતા અને ભગવાન રામજીની કૃપાથી અમર છે એટલે કે આજે પણ તેઓ જીવંત છે. તેઓ તેમના ભક્તની કૃપા બહુ જલ્દી સાંભળે છે અને તેમના બધા જ દુઃખ દૂર કરે છે. જ્યારે કોઈ જગ્યાએ રામનામ ના જાપ કરવામાં આવે છે ત્યારે ત્યાં હમેશા હનુમાનજી હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેમના અમરત્વ ના પ્રમાણ આપવા જઈ રહ્યા છીએ.
ભગવાન શિવે હિંદુ શાસ્ત્રોમાં જણાવેલ કથાઓ અનુસાર ધર્મની રક્ષા માટે ઘણા અવતારો લીધા છે. ભગવાન શિવ ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામની મદદ કરવા અને દુષ્ટ લોકોનો નાશ કરવા માટે હનુમાન તરીકે અવતાર પામ્યા હતા. મહાબાલી હનુમાનજીને ભગવાન શિવનો શ્રેષ્ઠ અવતાર કહેવામાં આવે છે.
રામાયણ હોય કે મહાભારત, ઘણા સ્થળોએ હનુમાન અવતારનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવે છે કે રામાયણ હનુમાન વિના અધૂરી છે પંરતુ મહાભારતમાં પણ અર્જુનના રથથી લઈને ભીમની પરીક્ષા સુધી હનુમાન ઘણી જગ્યાએ જોવા મળ્યા છે.
વાલ્મિકી રામાયણ અનુસાર, લંકામાં ઘણી શોધખોળ કર્યા પછી પણ જ્યારે માતા સીતા મળી ન હતી, ત્યારે હનુમાનજીએ તેમને મૃત માન્યા હતા પરંતુ તે પછી તેમણે ભગવાન શ્રી રામને યાદ કર્યા અને ફરીથી તેમણે પૂર્ણ શક્તિથી સીતાની શોધ શરૂ કરી અને અશોક વાટિકા સીતાની શોધ થઈ. સીતાજીએ તે સમયે હનુમાનજીને અમરત્વનું વરદાન આપ્યું હતું.
ભગવાન શ્રી રામે તેમના જીવનકાળમાં એક દિવસ કહ્યું હતું કે આ પૃથ્વીની યાત્રા પૂર્ણ કર્યા પછી જ તે તેમના પોતાના સ્વધામ જતા રહેશે. આ સાંભળીને હનુમાનજીને ખૂબ જ દુઃખ થયું અને તેઓ તરત જ માતા સીતા પાસે ગયા અને કહ્યું – ‘હે માતા, તમે મને અમર રહેવાનું વરદાન આપ્યું, પણ એક વાત મને કહો કે જ્યારે મારા ભગવાન રામ પૃથ્વી પર નહીં હોય તો હું અહીં શું કરીશ?’ મહેરબાની કરીને મને આપેલ અમરત્વનું વરદાન પરત લઈ લો.
હનુમાન જી અને માતા સીતા વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં ભગવાન રામ જી પણ ત્યાં આવ્યા અને હનુમાન જી ને ગળે લગાડ્યા, ત્યારબાદ કહ્યું હે હનુમાન, જ્યારે આ પૃથ્વી પર બીજું કોઈ ના હોય તો રામ નામ લેનારાઓના દુઃખ તમારે દૂર કરવાના છે. હે પ્રિય રામના ભક્તોને તમારે બચાવવાના છે, તેથી સીતાજીએ તમને અમરત્વનું વરદાન આપ્યું છે. ત્યારથી, એવું કહેવામાં આવે છે કે હનુમાન જીવંત છે અને જ્યાં પણ રામજીનું નામ લેવામાં આવે છે, ત્યાં હનુમાન જી કોઈકને કોઈ રૂપે આવે છે.