આ ખાસ કારણે વિઠ્ઠલ રાદડિયા તેમની દરેક કાર પાછળ લખાવતા હતા વૈભવ, જાણીને લાગશે નવાઈ..
સૌરાષ્ટ્ર પ્રદેશના લોકલાડીલા નેતા અને ખેડૂતો માટે દિવસ રાત એક કરનાર વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો તેમની જૂની યાદોને યાદ કરી રહ્યા છે. તમે વિઠ્ઠલ રાદડિયા વિશે ઘણી માહિતી જાણતા હશો પંરતુ શું તમે જાણો છો કે વિઠ્ઠલ રાદડિયા તેમની કાર કે કોઈપણ વાહન પાછળ વૈભવ કેમ લખાવતા હતા? જો ના તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.
વિઠ્ઠલ રાદડિયાના કુલ 4 સંતાન હતા. જેમાંથી સૌથી નાના પુત્રનું નામ વૈભવ હતું. જેનું બહું નાની ઉંમરે અવસાન થયું હતું. જેના લીધે વિઠ્ઠલભાઈ આઘાતમાં જતા રહ્યા હતા. આ પછી તેમના બીજા એક પુત્રનું હૃદયના હુમલાને લીધે નિધન થયું હતું. તેને એક બેબી અને બાબો પણ હતો. તેમના માટે વધુ આઘાતજનક બાબત એ હતી કે તેમની દીકરી સમાન પુત્રવધૂએ મૃત્યુ પામેલા પુત્રના મિત્રને ત્યાં મનીષા એ લગ્ન કર્યા હતા.
ત્યારબાદ થોડાક સમય પછી તેમના પાંચ વર્ષના દીકરાનું પણ કેન્સરને લીધે મૃત્યુ થયું હતું. જેના લીધે વિઠ્ઠલ ભાઈ આ દુઃખ સહન કરી શક્યા નહોતા. આ પછી તેમનો રસ દરેક જગ્યાએથી ઓછો થઈ ગયો હતો અને તેઓ એકદમ ઉત્સાહ પણ નીરસ થવા લાગ્યો હતો.
આવી સ્થિતિમાં તેઓ તેમના સૌથી નાના દીકરા વૈભવને ખોવાનું દુઃખ ભૂલી શક્યા નહોતા, જેના લીધે તેઓ તેની યાદમાં તેમની દરેક કાર કે વાહન પાછળ લાડકા પુત્ર વૈભવનું નામ લખાવે છે. જેને આજે પણ તેમની દરેક ગાડી પાછળ જોઈ શકાય છે.