જાણવા જેવું

મધ્યપ્રદેશ માં આવેલી આ જગ્યાએ માતા સીતા પૃથ્વીમાં સમાઈ ગયા હતા, કહેવાય છે કે હનુમાનજી પણ આ માર્ગ દ્વારા પાતાળલોક ગયા હતા…

મધ્ય પ્રદેશમાં ઘણા પ્રવાસન સ્થળો આવેલા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દર વર્ષે લાખો સંખ્યામાં પ્રવાસીઓ મધ્યપ્રદેશની મુલાકાત કરે છે. જો તમે પણ મધ્ય પ્રદેશની મુલાકાત લેવા માંગો છો તો આ સ્થળની જરૂર મુલાકાત લો.

આ પાતાળ કોટ મધ્યપ્રદેશના જિલ્લાના છિદવાંડાના તામિયામાં આવેલું  છે. આ લોકમાં કુલ 12 ગામો છે અને  અહી 2 હજારથી વધુ આદિવાસીઓ રહે છે. આ પાતાળ કોટનો સમગ્ર વિસ્તાર 20,000 એકર જમીનમાં  પથરાયેલો છે. આ વિસ્તારની આસપાસ ઊંચા પહાડો અને લીલાછમ જંગલોથી આવેલા છે.

મધ્ય પ્રદેશમાં આવેલ સ્થળ પાતાળ કોટ તરીકે પ્રખ્યાત છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જગ્યાએ જ જ્યારે રામાયણના સમય દરમિયાન સીતા માતા પૃથ્વીમાં સમાઈ ગયા હતા. હનુમાનજી પણ આ માર્ગથી પાતાળલોક ગયા હતા અને ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને અહિરાવનની પકડમાંથી બચાવ્યા હતા.

ધાર્મિક ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે પાતાળલોક પૃથ્વીની નીચે છે. જ્યાં અસુરોનો રાજા બાલી રહે છે, ઋષિઓના અનુસાર પાતાળલોક એ સર્પનો મેળો છે જૂની કથા મુજબ ભગવાન વિષ્ણુ રાજા બલીની મહાન કૃપાથી પ્રસન્ન થયા હતા અને તેમની પરીક્ષા લીધી ત્યારે તેમણે ત્રણ ડગલામાં જગતને માપ્યું હતું અંતે રાજા બાલી પાસે કશું જ ન હતું તેથી તેમણે ત્રીજું ડગલું માટે મસ્તક ઉપર પગ મુકવા કહ્યું હતું.

સંશોધન અનુસાર પાતાળ કોટમાં બપોર પછી સૂર્યપ્રકાશ આ જગ્યાની સપાટી સુધી પહોંચતો નથી. તેથી બપોર પછી પાતાળ કોટમાં અંધારું રહે છે અને પછી અહી બીજા દિવસે સૂર્યોદય થાય છે. પાતાળ કોટમાં દુધની નદી વહે છે, જે અહીના સ્થાનિક લોકોની આજીવિકાની મુખ્ય નદી છે. આ ખીણની  ઉંચાઈ 1500 ફૂટ છે.

તમે અહી હવાઈ માર્ગે પણ પાતાળ કોટ આવી શકો છો અને નજીકનું એરપોર્ટ નાગપુર છે તમે નાગપુરથી છિંદવાડા જઈ શકો છો અને તમે રેલવે દ્વારા છિંદવાડા પહોંચતા જ તમને છિંદવાડાથી પાતાળ કોટ સુધી જવા માટે વાહનો મળશે.

[quads id=1]

Related Articles

Back to top button